Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : વારસિયા વિસ્તારમાં પડેલો ભૂવો અકસ્માતની રાહ જોઈ રહ્યો છે???

Share

વડોદરા શહેરમાં આવેલ વારસિયા વિસ્તારમાં સાંઈબાબા નગર સોસાયટી પાસે સાત દિવસ પહેલાં ભૂવો પડ્યો હતો પરંતુ આ ભુવાને ખાલી કોર્ડન કરીને પતરા મારવામાં આવ્યા છે.

હાલમાં આ ભુવો અકસ્માતની રાહ જોતો હોય તેમ દ્રશ્યમા દેખાઈ રહ્યું છે. આજરોજ પરમાર કમલેશ સામાજીક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અલગ-અલગ વિસ્તારોની મુલાકાત લેતા હોય છે ટૂંક સમયમાં વડાપ્રધાન વડોદરા ખાતે આવવાના છે પરંતુ આ ભુવાને સાત દિવસ થયા છતાં પણ આજદિન સુધી રીપેરીંગ કે પુરાણ કરવામાં આવ્યું નથી તેનું મુખ્ય કારણ સમજાતું નથી સાથે સામાજિક કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું કે જો આ ભુવાને ૨૪ કલાકમાં રીપેરીંગ કામ કરવામાં નહીં આવે અને પુરાણ કરવામાં નહીં આવે તો સ્થાનિક નાગરિકો સાથે ચોવીસ કલાક બાદ આ ભુવાની બાજુમાં બેસીને રામધુન કાર્યક્રમ કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી જે તે વિસ્તારના કોર્પોરેટર અધિકારીઓ સાથે વડોદરા શહેરના મેયર મ્યુ,કમિશનર, ચેરમેનની રહેશે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા ગામે રેલવે સ્ટેશન નજીક દિપડાએ ગાયનું મારણ કર્યું.

ProudOfGujarat

पानी फाउंडेशन का एक्शन पोस्टर लगाने के लिए आमिर खान पहुंचे पुणे के कॉलेज!

ProudOfGujarat

ઈખરથી વડોદરાના મેસરાદ સુધી નવો રસ્તો મંજૂર કરવા જુનેદ પટેલની મુખ્યમંત્રીને રજૂઆત : દરખાસ્ત એક વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ હોવાનો દાવો; મંજૂરી મળતાં જ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાશે, હજારો ગ્રામજનો-ખેડૂતોને હાલાકીનો આક્ષેપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!