Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં તસ્કરોએ બિલ્ડરના ઘરને નિશાન બનાવી ૧૬ લાખની ચોરીને આપ્યો અંજામ.

Share

વડોદરા શહેરમાં આતંક મચાવતા તસ્કરોએ ફતેગંજમાં બિલ્ડરના મકાનમાંથી ૩૫ તોલા સોનાના દાગીના અને રોકડા સાત લાખ મળી કુલ રૂ. ૧૬ લાખની હાથસફાઈ કરી હતી. ફતેગંજ બ્રીજ પાસે શ્રીરંગ સોસાયટીમાં રહેતાં બિલ્ડર ઈમરાનહુસેન હૈદરહુસેન સૈયદ તા. ૩૦ જૂનના રોજ સુરતના કોસંબા ખાતે ભાણીના લગ્ન હોવાથી ગયા હતા. જ્યારે તેમના પરિવારના સભ્યો તા. ૧ જુલાઈએ મકાન બંધ કરી સુરત પહોંચ્યા હતા. લગ્ન પ્રસંગ પતાવી ઈમરાનહુસેન પરિવાર સાથે ઘરે પરત ફર્યા હતા.તેઓ પહેલા માળે દ૨વાજાનું લોક ખોલવા જતાં ખુલ્યું ન હતું. જેથી રસોડાની બારીની ગ્રીલ ટેકનિશિયનની મદદથી ખોલાવી અંદર ગયા હતા. તે વખતે મકાનના મુખ્ય દરવાજાનું લીવર લોક અંદરથી બંધ હતું જે સીધું કરીને દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ ઈમરાનહુસેન ઘરમાં તપાસ કરતાં સર-સામાન વેરવિખેર પડેલો હોઈ ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. તસ્કરોએ રસોડાની તથા બાળકોના રૂમની બારીના સળિયા તોડી ઘરમાં ઘુસ્યા હતા.
તસ્કરોએ ઘરમાંથી રોકડા રૂ. ૭ લાખ અને ૩૫ તોલા દાગીના મળી કુલ રૂ. ૧૬ લાખની ચોરી કરી હતી. બનાવ અંગે સયાજીગંજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : આઉટસોસિંગ તથા ફિક્સ (કોન્ટ્રાકટ બેઝ) ના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે કલેક્ટરને આવેદનપત્ર અપાયુ.

ProudOfGujarat

નવસારીના વિજલપોરમાં જૂથ અથડામણ મામલે 7 આરોપીઓની ધરપકડ.ભાજપના નગરસેવક ઇંદ્રજીતસિંહ રાજપૂત અને મહિલા કાર્યકર્તા ફરાર…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો મળતા નવા કન્ટેઇન્મેન્ટ વિસ્તારો જાહેર કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!