Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડતાલનાં સ્વામિનારાયણ મંદિરે માઘી પુર્ણિમા નિમિત્તે શાકોત્સવ ઉજવાયો.

Share

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ ખાતે મહાસુદ પૂનમના રોજ ર૦૧ મા શાકોત્સવની પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને ચેરમેન દેવપ્રકાશ સ્વામીની પ્રેરણાથી ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેનો રપ હજારથી વધુ હરિભક્તોએ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ર્ડા.સંત સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ મંદિરનાં સભામંડપમાં પૂ. હરિગુણદાસજી સ્વામી (ઉમરેઠ)એ ભગવાન શ્રીહરિએ ર૦૦ વર્ષ પહેલા લોયામાં સુરાખાચરનાં દરબારમાં ભક્તોની પ્રસન્નાર્થે દિવ્ય શાકોત્સવની ઉજવણી કરી હતી. જેની શાકોત્સવ લીલાની કથાનું રસપાન કરાવ્યું હતું. હરિએ ૧૬ મણ ઘી માં ૬૦ મણ રીંગણાનું શાક બનાવ્યું હતું. આ વઘાર ભગવાને જાતે કર્યો હતો. આ ઉત્સવમાં હરિએ તૈયાર કરેલ પ્રસાદ નંદસંતો તથા હરિભક્તો ભાવથી જમ્યા હતા. જે પરંપરા આજે પણ સંપ્રદાયમાં ચાલી આવે છે. સંપ્રદાયના નાના-મોટા મંદિરોમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ સંપ્રદાયમાં વડતાળનો શાકોત્સવ મહત્વનો માનવામાં આવ્યો છે. મહાસુદ પૂર્ણિમાનાં દિવસે શાકોત્સવ નિમિત્તે મંદિરમાં બિરાજેલા શ્રીહરિકૃષ્ણ મહારાજ સમક્ષ ચૂલા ઉપર રીંગણનું શાક અને રોટલા બનાવવાની સામગ્રી મુકવામાં આવી હતી.

આ દિવ્ય દર્શનનો હરિભક્તોએ લાભ લઈ ર૦૦ વર્ષ પહેલા લોયામાં ઉજવાયેલા શાકોત્સવની અનુભુતી કરી હતી. આ પ્રસંગે ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામીએ પ્રાસંગીક ઉદ્‌બોધન કર્યુ હતું. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું ઘોર કરીકાળમાં ભગવાન હરિએ પધારી સંપ્રદાયમાં ઉત્સવોની હારમાળા સર્જી છે. ભગવાને જે કર્યુ તે ઔલોકીક થઈ ગયું. હરિએ સુરાખાચરનાં ઘરે બે – બે માસ દરમ્યાન શાકોત્સવની ઉજવણી કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉત્સવ એટલે શાકોત્સવ. નાના હરિમંદિરથી લઈ દેશ-વિદેશમાં શાકોત્સવની ઉજવણી થાય છે. ભગવાન હરિ શાકોત્સવનાં ઉત્સવ દરમ્યાન કહેવા માંગે છે કે, જેમ અલગ-અલગ મસાલા એકમેકમાં ભળીને શાકોત્સવનો અનેરો સ્વાદ આપે છે તેમ સત્સંગીઓએ એકબીજામાં ભળીને મદદરૂપ થઈ જીવનમાં અનેરો આનંદ પ્રાપ્ત કરીએ. કોઈ પણ હરિભક્તો નાની-મોટી સેવાઓ કરે ત્યારે ભગવાન હરિનો રાજીપો અવશ્ય ઉતરે છે. ભગવાનને રાજી કરવા ઉત્સવ જરૂરી છે. ઉત્સવ સેવા કરવાનું સાધન છે. વડતાલમાં દેવોને ઋતુ પ્રમાણે વિવિધ ફળોના અન્નકૂટ ધરાવવામાં આવે છે. ઉત્સવો નિરંતર વડતાળ ચોકમાં ઉજવાતા રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી. આચાર્ય મહારાજ તથા સંતોએ ભોજનાલયમાં પધારી શાકોત્સવ તેમજ વિવિધ ફરસાણ ઉપર પુષ્પવૃષ્ટી કરી ભક્તોને આશીર્વાદ પાઠવ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ.શ્યામવલ્લભ સ્વામી તથા પૂ.પ્રિયદર્શન સ્વામીએ કર્યું હતું.

શાકોત્સવમાં ઉપયોગમાં લેવાયેલ સામગ્રી
૧. ર૦૦૦ કિલો ગુલાબી રીંગણનું સ્વાદિષ્ટ શાક
૨. ૧૦૦૦ કિલો બાજરીના રોટલા
૩. ૧૦૦૦ કિલો ચુરમાના લાડુ
૪. ૧૦૦ કિલો ડ્રયફ્રૂટ
૫. ર૦૦૦ કિલો વઘારેલી ખીચડી
૬. ૩૦૦ કિલો ઘઉંની રોટલી
૭. ર૦૦ કિલો આથેલા મરચાં
૮. ૩૦૦૦ લીટર તાજી છાશ
૯. ૪૦૦ કિલો ગોળ
૧૦. ૩૦૦ કિલો પાપડી
૧૧. ૩૦૦ કિલો ઘી
૧૨. ૧૦૦ ડબ્બા તેલ
૧૩. ૧૦૦૦ કિલો વિવિધ મસાલા /
૧પ૦૦ કિલો શાકભાજી
• ૧૦૦ ઉપરાંત ગામડાઓના ૧ હજારથી વધુ સ્વયં સેવકોએ સેવા કરી હતી.
• સુરત કલાકુંજ – વડોદરા તથા ચરોતરનાં પ૦૦ થી વધુ મહીલા ભક્તોએ રોટલા બનાવવાની સેવા કરી હતી.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં બ્લ્યુ વ્હેલ ગેમ પર કલેકટરે પ્રતિબંધ લાદ્યો: હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

ProudOfGujarat

ગુજરાતનાં ST નિગમના ફિક્સ-પે ના કર્મચારીઓ પગારમાં 30 ટકા સુધીનો વધારો

ProudOfGujarat

संजू” ने पहले दिन की धमाकेदार ओपनिंग, 34.75 करोड़ रुपये के साथ बनी 2018 की सबसे बड़ी ओपनर!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!