Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા : રેલ્વે વીજળી સ્ટેશનમાં આગ ભડકી ઉઠતાં ફાયર બ્રિગેડે તાત્કાલિક કાબુ મેળવ્યો.

Share

વાગરા રેલ્વે મથકના ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. ટ્રાન્સફોર્મરમાંથી આગનું તણખલું ઉડતા આગ આસપાસના ઝાડી ઝાંખરામાં પ્રસરી હતી. આગ વધુ પ્રસરે તે પહેલા સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના ફાયર બ્રિગેડ કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગને ગણતરીના સમયમાં કાબુમાં લીધી હતી. સમયસૂચકતા વાપરી ફાયર બ્રિગેડનો સહારો લેતા તાત્કાલિક આગ પર કાબુમાં લેવાતા મોટું નુકશાન અટક્યું હતું. આગની ઘટનાને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા.

Advertisement

Share

Related posts

પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની રજુઆતને પગલે તાપી-ક૨જણ લીક યોજના માટે ચાલુ વર્ષના બજેટ રૂા.૧૩૦ કરોડ મંજૂર ક૨તી રાજય સ૨કાર

ProudOfGujarat

વડોદરામાં ઉઘરાણી સાથે ત્રાસ ગુજારતા વ્યાજખોર દંપતી સહિત ત્રણની ધરપકડ

ProudOfGujarat

અંકલેશ્વરમાંથી ગુમ થયેલા 17 વર્ષીય કિશોરનો મૃતદેહ નર્મદા કિનારે મળતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!