Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યના તલાટીઓએ પડતર માંગણીઓનો નિકાલ નહી આવતાં તા. ૨૨મીથી અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાવાની ચીમકી ઉચ્ચારી છે.

Share

રાજ્યના તલાટીઓ વિવિધ માંગણીઓનું નિરાકરણ નહી આવતાં તા. ૨૨મીથી અચોક્કસ મુદ્દતની હડતાલના એલાન મુજબ વાલીયા તાલુકાના તલાટી મંડળે વાલીયા મામલતદાર જે.જે રાઠવા તમેજ વાલીયા તાલુકા વિકાસ અધિકારી કે.કે પટેલને આ બાબતે આવેદન પત્ર પાઠવી હડતાલમાં જોડાવાની જાહેરાત કરી દીધી છે. જેથી તાલુકાની ગ્રામ પંચાયતોમાં તમામ જાતની કામગીરીઓ ઠપ થઈ જશે. રાજ્યના તલાટીઓની વર્ષો જુની માંગણીઓનું નિરાકરણ લાવવા શરૂ કરેલા શાંત આદોલનનું પરિણામ નહી આવતા સરકારને ભીસમાં લેવા તા. ૨૨મીથી અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન અપાયું છે. આ હડતાલમાં વાલીયા તલાટી મંડળ પણ જોડાશે તેવું વાલીયા તાલુકા મંડળના પ્રમુખ મુકેશભાઈ પંડીતે જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ખોજા શિયા જમાત દ્વારા કરબલાના મહાન શહીદોની યાદમાં શોકસભર જુલૂસનું આયોજન કરાયું

ProudOfGujarat

ઓએલએક્ષ પર લોનવાળી કાર વેચી પાલેજના શખ્સ સાથે 4.65 લાખની ઠગાઇ

ProudOfGujarat

લીંબડી ગાયત્રી મંદિર ખાતે અનુસુચિત જાતિના વિધાનસભા 61 વિસ્તારોના સરપંચોનુ સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!