Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડ શહેરના રાજહંસ મલ્ટીપ્લેકસમાં ફ્રેન્ચ ફ્રાઇઝનું ફ્રાયર કેન્ટિનનો કામદાર ટોયલેટમાં ધોઈ રહ્યાનો વીડિયો વાઈરલ થયો હતો.

Share

કોરોના વાયરસના ભય વચ્ચે કામદાર દ્વારા સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાનું રાજહંસના સુપરવાઈઝરે સ્વીકારીને શિક્ષાત્મક પગલાં લેવાની ખાતરી આપી હતી. વલસાડના રાજહંસ મલ્ટીપ્લેકસ ખાતે કર્મચારી દ્વારા ટોયલેટમાં વાસણ ધોવાનો વીડિયો વાઇરલ થયો હતો. જેને લઈને રાજહંસ મલ્ટીપ્લેકસના સુપર વાઇઝરે કેન્ટીનના સફાઈ કામદારની ગંભીર ભૂલને ધ્યાનમાં લઈને શિક્ષાત્મક પગલાં ભરવાનું કહેવામાં આવ્યું હતું. હાલમાં કોરોના વાઇરસની ગંભીરતાને લઈને દિલ્હી જેવા શહેરોમાં મલ્ટીપ્લેકસને બંધ કરી દેવામાં આવ્યાં છે. ત્યારે નાના શહેરોમાં પણ હાઇજેનિક સિસ્ટમ ઉપર વધારે ભાર આપવામાં આવી રહ્યો છે એ સમયે આ પ્રકારનો વીડિયો વાઈરલ થતાં લોકોએ સવાલો ઉઠાવ્યાં હતાં.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરના જીતાલી ગામના ગોડાઉનમાંંથી 94 લાખનો દારૂ ઝડપાયો : કુખ્યાત બિશ્નોઇ ગેંગનો ગુજરાતમાં ઘુસાવાનો કારસો

ProudOfGujarat

અંક્લેશ્વરની શ્રીજી વિધ્યાલય ખાતે “ ફ્લાવર્સ ડે” નુ આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

નડિયાદમાં વાતાવરણમાં આવ્યો પલટો, ખેડૂતોની ચિંતા વધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!