Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડ : અપક્ષ સભ્યો ભાજપમાં જોડાતા રાજકીય જંગ જામ્યો…

Share

વલસાડ નગરપાલિકામાં પેટા ચૂંટણીઓ પહેલા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વલસાડ નગરપાલિકાના અપક્ષ સભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. વલસાડનાં યશેસ માલી, રમેશ પટેલ (ડેની), નિતેશ વસી, જાકીર પઠાણ એકાએક ભાજપમાં જોડાઈ જતાં આગામી ચૂંટણીનો જંગ જામ્યો છે. અપક્ષનાં સભ્યો ભાજપમાં જોડાતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે તેઓને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર આપ્યો હતો. અપક્ષ સભ્યો એકાએક ભાજપમાં જોડાઈ જતાં આગામી વલસાડ નગરપાલિકાની ચુંટણીમાં ફેરફારો થવાની શકયતાઓ સેવાઇ રહી છે તેમજ વલસાડ નગરપાલિકાના સભ્યોનાં લોકમુખે એવું ચર્ચાઇ રહ્યું છે કે આગામી ચૂંટણી પહેલા અનેક પ્રકારના ફેરફારો થવાની શક્યતા છે. તેમજ નગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવતા વલસાડમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. આગામી યોજાનાર ચૂંટણીઓમાં આખરે કોનું પલ્લું ભારી રહેશે તે તો સમય જ બતાવશે ?

Advertisement

Share

Related posts

જંબુસર શહેરનાં જુદા જુદા સ્થળોએથી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે યુવા ભાજપ મોરચા દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

લીંબડીના ભલગામડા ગામ ખાતે શ્રમજીવીઓને છાશ વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ-ગ્રામ્ય વિસ્તારોમાં ત્રાટકી વીજ વિજિલન્સ-ઝડપાઇ લાખ્ખોની વીજ ચોરી-જાણો ક્યા ક્યા ગામો માં પડ્યા દરોડા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!