Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડમાં સિંગર વૈશાલીની હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસની 6 ટીમો લાગી હતી તપાસમાં.

Share

વલસાડમાં ચકચારી મચાવનારા સિંગર વૈશાલી બલસારીની હત્યાના ભેદ ઉકેલતો મોટો ખુલાસો થયો છે. પોલીસની 6 ટીમો તપાસમાં લાગી હતી ત્યારે આ મામલે મોટો ખુલાસો થયો છે. આ કેસમાં પૈસાની લેતી દેતી મામલે સિંગર વૈશાલીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો અનુસાર વૈશાલીની મહિલા મિત્રએ જ હત્યા કરી હતી. જેથી મહિલા મિત્ર જ હત્યાની માસ્ટર માઈન્ડ નિકળી છે.

રાજ્યમાં ચકચારી મચાવનારા સિંગર વૈશાલી બલસારીનો 29 ઓગષ્ટે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે સિંગરની લાશ મળતા અનેક તર્ક વિતર્ક સામે આવ્યા હતા. સિંગરનું ગળું દબાવીને મૃત્યુ નિપજાવવામાં આવ્યું હોવાની પ્રાથમિક તપાસમાં માહિતી સામે આવી હતી. દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત સિંગર વૈશાલી બલસારા હત્યા કેસમાં આ ખુલાસો થતાની સાથે જ પોલીસે આ મામલે આરોપી સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે પોલીસ સર્વેલન્સ દરમિયાના આ ગુનો ડીટેક્ટ થયો હતો.

Advertisement

વૈશાલી તેની બહેનપણીને ત્યાં મળવા જવાનું કહીને ઘરેથી બહાર નિકળીચ હતી પરંતુ વલસાડ જિલ્લાની અંદર પારડી તાલુકાના પાર નદી પાસેના કિનારે કારની અંદર સિંગર વૈશાલીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. વૈશાલી વલસાડની સિંગર હતી ત્યારે તેની લાશ મળી આવતા ચકચારી વ્યાપી ગઈ હતી. લાશ મળતાની સાથે જ આજુબાજુના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં રસ્તાના 56 જેટલાં કામોમાં વેરાવળની બે એજન્સીઓએ 7.30 કરોડની ખાયકી કરી

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એક સપ્તાહમાં 30,000 થી વધુ લોકોને રજીસ્ટર કર્યા અને રસી આપી,આ પ્રક્રિયામાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું નવું ટાઇટલ સ્થાપિત કર્યું.

ProudOfGujarat

નેત્રંગ પંથકમાં સગીરા સાથે દુષ્કર્મનો મામલો, ધારાસભ્ય છોટુ વસાવાએ કરી નરાધમને ફાંસીની સજાની માંગ…!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!