Proud of Gujarat
INDIAFeaturedGujarat

વલસાડમાં EVMને હેક કરવા સ્ટ્રોંગરૂમ આસપાસ વાઇફાઇ લગાડ્યા હોવાના કોંગ્રેસ-AAPના આક્ષેપ બાદ કલેકટરની સ્પષ્ટતા.

Share

કોંગ્રેસ-આપ અને અપક્ષ ઉમેદવારોએ શંકા વ્યક્ત કરી હતી કે, રવિવારે તમામ કોલેજો બંધ હોય છે. ત્યારે વાઇફાઇની મદદ વડે EVM હેક કરવાની સંભાવના છે. વહેલી તકે જામર લગાવવા અથવાતો સરકારી વાઈફાઈ બંધ કરાવવા રજુઆત કરી હતી. ખાનગી માલિકીના વાઇફાઇ ડીવાઇસ હોય તો નમો અને jio વાઇફાઇ બંધ કરાવવા ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી હતી. જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા વલસાડ કોલેજ ખાતે સરકારી ઇજનેરી કોલેજમાં મત ગણતરી સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં EVM અને VVપેટ મશીનનો સ્ટ્રોંગ રૂમ પણ બનાવ્યો છે. કોલેજ પાસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો બહાર સ્ટ્રોંગ રૂમનો પહેરો આપી રહ્યા હતા. ત્યારે ચેક કરતા jio અને નમો વાઇફાઇ નામના વાઇફાઇ મોબાઈલમાં પકડાઈ રહ્યા હતા. પાસવર્ડ વગર ખુલ્લાં વાઇફાઇ હોવાથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઇજનેરી કોલેજ ખાતે ચૂંટણી અધિકારીઓ સમક્ષ રજુઆત કરી હતી અને સ્ટ્રોંગ રૂમ ખાતે જામર લગાવવા તેમજ નેટવર્ક બંધ કરવા માંગ કરી હતી.

EVM ના સ્થળે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવારો દ્વારા નમો અને જિયો એપ બાબતની તેમની અરજી સંદભેં જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષીપ્રા આર્ગેએ સ્પષ્ટતા કરી હતી કે, વલસાડ જિલ્લાના 178- ધરમપુર, 179- વલસાડ, અને 182- ઉમરગામ વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કિશનભાઈ વેસ્તાભાઈ પટેલ, કમલભાઈ શાંતિલાલ પટેલ અને નરેશભાઈ વજીરભાઈ વળવી એ સયુંકત રીતે આપેલ અરજીમાં જણાવ્યા મુજબ મતગણતરીના સ્થળ વલસાડ એન્જીનીયરીંગ કોલેજ ખાતેના સ્ટ્રોંગરૂમમાં રાખેલ EVMના સ્થળે નમો અને જીયો એપના વાઇફાઇ હાલમાં ચાલુ હાલતમાં હોવાનું જણાવી વાઇફાઇને હેક કરી મશીનમાં ચેડાં કરી શકે છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા પ્રકાશિત STATUS PAPER On EVM( November- 2021) – Edition-4 ના EVM SAFETY AND SECURITY FEATURE ના મુદા A. Technological safeguards that contribute to non – temper ability of EVM ના મુદા નં 1 મુજબ ” EVM used by the commission is a stand – alone non – networked, one time programmable machine, which is neither computer controlled, nor connected to the internet or any network, and hence, cannot be ‘Hacked’ ” (ચૂંટણી કમિશન દ્વારા ઉપયોગમાં લેવાતું EVM એ એકલા નેટવર્ક વિનાનું, એક સમયનું પ્રોગ્રામેબલ મશીન છે, જે ન તો કોમ્પ્યુટર દ્વારા નિયંત્રિત છે, ન તો ઇન્ટરનેટ અથવા કોઈપણ નેટવર્ક સાથે જોડાયેલ છે, અને તેથી તેને ‘હેક’ કરી શકાતું નથી.)

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા ના વાલિયા ખાતે ના ગામો માં ૫૬ જેટલી વીજ કંપની ની ટિમો એ ત્રાટકી જઈ ૧૯ લાખ ઉપરાંત ની વીજ ચોરી ઝડપી પાડી હતી

ProudOfGujarat

ઝઘડીયાના સારસા ગામે બાબાસાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મજયંતિની ઉજવણી.

ProudOfGujarat

पौरशपुर’ में मिलिंद सोमन का ‘नोज़-रिंग और बिंदी’ लुक दर्शकों का ध्यान खींच रहा है !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!