Proud of Gujarat
FeaturedGujaratINDIA

વરેડીયાના દલિત યુવાનનું ડમ્પર નીચે કચડાઇ જતાં કરુણ મોત.

Share

મંદિરેથી દર્શન કરી મોટર સાઇકલ ઉપર પરત આવતા વરેડિયાના યુવાનને પારખેત પાસે દંપર સાથે અકસ્માત નડતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે મોટર સાઇકલ ઉપર પાછળ સવાર ઈસમ ટક્કરમાં ફંગોરાઈ જતા ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો.અકસ્માતની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના વરેડિયા ગામનો યુવાન વસાવા સુનિલ ઉર્ફે અક્ષય અશોક વસાવા ઉંમર વર્ષ ૨૨ તારીખ ૨૨મી મેના રોજ વરેડીયાથી મોટરસાયકલ લઈ કેલોદ મેલડી માતાના મંદિરે દર્શન કરી પાછા આવતા બાર વાગ્યાના અરસામાં બપોરેનાં સમયે પારખેત ગામની સીમમાંથી પસાર થતા પાછળથી આવતા ડમ્પરે ટક્કર મારતાં નીચે પટકાતા ડમ્પરના પાછળનાં વ્હીલ નીચે આવી જતા વસાવા સુનિલ ઉર્ફે અક્ષયનું માથું ડમ્પરના પાછળના વ્હીલમાં કચડાઈ જતા સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નીપજયું હતું. મોટરસાઇકલ ઉપર પાછળ સવાર અર્જુન મુકેશ વસાવાને હાથ-પગનાં ભાગે ઉઝરડા થઈ ઈજાઓ થઈ હતી ધટના સંબંધે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ડમ્પર કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ચાલક ડમ્પર મૂકી ભાગી ગયો હતો.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં યોગદિવસની ઉત્સાહભેર ઉજવણી

ProudOfGujarat

અંકલેશ્વર : સંજાલી ગામે અસામાજિક તત્વો દ્વારા તોડફોડ તથા મારામારી,રોષે ભરાયેલા ટોળાએ પોલીસનો કર્યો વિરોધ…

ProudOfGujarat

નડિયાદમાં કાપડના વેપારીએ એપ્લીકેશનમાં અલગ અલગ ટાસ્કાના બહાને રૂપિયા ૨૧.૨૯ લાખ ગુમાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!