Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ ના ઓગણ પ્રાથમિક શાળા માં 250 થી વઘુ વિઘાર્થીઓ ને વિનામૂલ્યે ગણવેશ નુ વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

તસ્વીર અહેવાલ- પીયૂષ ગજ્જર,વિરમગામ 

વિરમગામ ના ઓગણ ગામના સેવાભાવી એવા સ્વ.ગોવિંદભાઇ સવાભાઇ ચાવડા પરિવાર દ્વારા ઘણા વર્ષોથી ગામ અને ગામની શાળા માટે ઘણી સેવાઓ આપતા હોય છે.ત્યારે આજરોજ ચાવડા પરિવાર ના ગણપતભાઇ અને કરશનભાઇ(દિનેશભાઇ) ચાવડા બંને ભાઇ દ્વારા ઓગણ પ્રાથમિક શાળા માં 278 જેટલા વિઘાર્થીઓ ને શાળાનો ગણવેશ વિનામૂલ્યે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ માં  સ્વ.ગોવિંદભાઇ ચાવડા નો પરિવાર ના કરસનભાઈ ચાવડા ,સીઆસી ભરતભાઇ પટેલ,આચાર્ય જાનકીબેન પટેલ,શાળાના શિક્ષકો વાલીઓ સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરેક વિઘાર્થીઓ ને બે જોડી નંગ શાળાનો ગણવેશ વિનામૂલ્યે આપવામા આવ્યો હતો. કાર્યક્રમમાં વિઘાર્થીઓ ને સારા શિક્ષણ ની સાથે સુવિઘા મળી રહે તેવુ વાતાવરણ ઉભુ કરાયું હતું. ઓગણ ગામના તમામ આગેવાનો તેમજ શાળાના આચાર્ય શિક્ષકો એ ભણીગણીને આગળ વધે તેવા આશીર્વાદ આપ્યા હતા.
Advertisement

Share

Related posts

સુરત : માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વીડીયા હોસ્પિટલ ડાયમંડમાં એલ.આઈ.સી ગોલ્ડન જુબેલી ફાઉન્ડેશન દ્વારા ટાટા વિન્ગર એમ્બ્યુલસ દાન કરાઈ

ProudOfGujarat

ભરૂચ શહેરમાં ઓવરલોડ વાહનો દોડી રહ્યા છે પોલીસ તંત્ર કેમ ચુપ…???

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કમાં લિકેજ થતા અફરાતફરીનો માહોલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!