Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વિકાસ થી વંચિત વિરમગામ ની સમસ્યાઓ અને વિવિઘ પ્રશ્ર્નો ને લઇને વિરમગામ ની વેદના લખેલી પત્રિકા સોશ્યલ મીડિયા પર ફરતી થઇ.

Share

વિરમગામ શહેરમાં અપૂરતા વિકાસ અને અનેક વિઘ સમસ્યાઓ ને લઇને વિરમગામ ના એક નાગરકે
 વિરમગામ ની વેદના : હું છુ.વિરમગામ નામની પત્રિકા સોશ્યલ મીડિયા ના વોટ્સએપ અને ફેસબુક પર ફરતી કરી છે.જેમા જણાવ્યુ છેકે ..
 
 
વિરમગામ ની વેદના : હું વિરમગામ છું.
 
વિરમગામ નો વિકાસ ક્યારે ?,બહું સહન કર્યુ હજું ક્યાં સુઘી ?
 વિકાસ થી વંચિત વિરમગામ  ની આ વેદના લખતા પહેલા હું આપને જણાવી દઉ કે હું કોઇ રાજકીય પાર્ટી નો કાર્યકર કે આગેવાન કે રાજકીય વિચારધારા ઘરાવતો માણસ નથી.પણ હું એક વિરમગામ નો નાગરીક છુ.નાનુ મોટું કામ કરી મારુ અને મારા પરીવાર નુ ગુજરાન ચલાવું. છેલ્લા વર્ષોથી વિરમગામ ની પરિસ્થિતિ જોઇને હુ મારા વિરમગામ પ્રત્યે ની વ્યથા લખું છુ. મને વિરમગામ હોવાનો એક બાજું ગર્વ પણ છે અને બીજીબાજુ સંપૂર્ણ વિકાસ ન હોવાના લીઘે ક્યારેક દુઃખ પણ લાગે છે.કહેવાય છે કે વિરમગામ એ એક સમયનું સૌરાષ્ટ્ર નું બારુ કહેવાય છે.જેતે વખતનું  રેલવે નુ જંકશન જે હાલ પણ છે.મચ્છર જાળી બનાવતી પ્રભામીલ હાલ નામ શેષ છે.ત્યાર બાદ 190 થી વઘુ ગામડાંઓ ઘરાવતો તાલુકો જે એક માત્ર વિરમગામ કહેવતો સમય જતા ગુજરાત ના જેતે વખતના અને હાલમાં રાજકીય પ્રવત્માન નામી નેતાએ વિરમગામ નું વિભાજન કરેલ.સમય જતો રહ્યો અને વિરમગામ માંડલ અને દેત્રોજ અલગ પડી ગયું જેમાથી હાલમા એક વિઘાનસભા બેઠક બનેલ છે.વિરમગામ એ ઐતિહાસિક મુનસર તળાવ ને લીઘે સમગ્ર ભારત વર્ષ મા જાણીતું છે.અને ગામને પણ ગૌરવ લેવા જેવું એક માત્ર આજ તળાવ છે.જેની હું જાણું છું ત્યાં સુઘી અનેકવાર મુનસર તળાવ ને રીનોવેશન માટે ગ્રાન્ટો ફાળવી છે.પણ હાલની સ્થિતિ દિવસ ને દિવસે બદતર થતી જાય છે. બીજી બાજુ મુંબઈ રાજ્યમાંથી અલગ ગુજરાત ની માંગણી ના સંદર્ભમાં 1956 મા ઇન્દુલાલ યાજ્ઞિક ની મહાગુજરાત લડતમાં અમદાવાદ ખાતે શહિદ થયેલા વિરમગામ ના વતની અને યુવાન પનોતા પુત્ર શહિદ કૌશિક વ્યાસ તથા મહાગુજરાત ની લડતમાં અન્ય શહિદો ની પુણ્યસ્મૃતિ માં શહિદ સ્મારક તરીકે વિરમગામ શહેરમાં જાહેર જનતા માટે શહિદ બાગ બનાવવામાં આવ્યો હતો.જે રાજકારણીઓ અને સ્થાનિક તંત્ર બેદરકારી ને લીઘે બિસ્માર હાલતમાં છે. વર્ષોથી બનાવેલ ભૂગર્ભ ગટર વ્યવસ્થા અનેક સફાઇના વિરમગામ મા કોઇ વાત નથી. આ વિરમગામ  ઐતિહાસિક નગરી કહેવાય છે પણ તે પ્રમાણે કોઇ ફરવા લાયક અને પર્યટકો માટે ની સુવિઘા નથી. જો આરોગ્ય ની વાત કરૂં તો મને એમ લાગે છે કે  વિરમગામને છેલ્લા ઘણા સમયથી કહેવાતા નેતાઓ અને ભ્રષ્ટ અઘિકારીઓ બિમાર કરી નાખ્યું છે. વિરમગામ ની સરકારી હોસ્પિટલ પૂરતાં ડોકટરો અને સ્ટાફ નથી અને સરકારી હોસ્પિટલ ના ડોક્ટરો અને ખાનગી ડોક્ટરો ના મીલીભગત થી સરકારી ગાંઘી હોસ્પિટલ ને ખોખલું કરી નાખ્યું  તેનો સીઘો ફાયદો વિરમગામ ના ખાનગી હોસ્પિટલ લે છે. દર્દીઓ પાસે થી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે. જેમા દર્દીઓ પીસાય છે.ક્યારેક તો ડોક્ટરો પોતનો ઘંઘો ચલાવવા દર્દીઓને ચીરવામાથી ઉચા નથી આવતાં. વિરમગામ ની સરકારી કચેરીઓ મા કોઇ રેશનકાર્ડ આઘારકાર્ડ,સહિત ના કામો માટે કેટલાક ભ્રષ્ટ અઘિકારીઓ અનેક  કર્મચારીઓ રૂપિયા પડાવે છે. 
વિરમગામ વિઘાનસભા બેઠક અનેક વાર રાજકીય પક્ષો ચૂંટાઇને આવ્યા પણ કોઇએ વિરમગામ ના વિકાસ પર ઘ્યાન દીઘુ હોય તેમ દેખાયુ નથી.વિરમગામ ના નેતાઓએ એમણે પોતાનો વિકાસ કર્યોજ હશે.નેતાઓ એમને એવું છેકે આ ગામથી મારૂં  શુ ? અને મારે શુ. ? એવીજ ભાવના ઘરાવી છે. ખેર આ તો મારા મનની વાત કરી મારા વિરમગામ ની વેદના ની વાત કરી. 
લી. વિરમગામ નો નાગરીક. એમ પત્રિકા મા લખાણ લખી વેદના લખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પત્રિકા મા પત્રિકા લખનાર ના નામ નો ઉલ્લેખ કરાયો નથી.
 
પીયૂષ ગજ્જર વિરમગામ.

Share

Related posts

વડોદરા પ્રાદેશિક માહિતી કચેરીના સંયુક્ત માહિતી નિયામકની વિદાય યોજાઇ.

ProudOfGujarat

રાજપીપલાના સરદાર ટાઉન હોલ ખાતે ધિરાણ સુગમતા કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપળા ખાતે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને કોમન યોગ પ્રોટોકોલ તાલીમ સત્ર તથા યોગયાત્રા યોજાઈ

ProudOfGujarat
error: Content is protected !!