Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા મામલતદાર દ્વારા ૩૮ ઈસમો વિરુધ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વાસણા ગામના ૨૩ અને ધારોલી ગામના ૧૫ ઈસમો વિરુધ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ઝઘડીયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડીયા મામલતદાર જે.એ રાજવંશી દ્વારા કરાયેલ ફરિયાદમાં જણાવાયુ છે કે લેન્ડ ગ્રેબિંગ સમિતિના અધ્યક્ષ અને કલેકટર ભરૂચના હુકમથી ઝઘડીયા તાલુકાના વાસણા અને ધારોલી ગામોના વિવિધ સર્વે નંબરવાળી સરકારી માલિકીની જમીનમાં વાસણા ગામના ૨૩ અને ધારોલી ગામના ૧૫ ઈસમોએ ગેરકાયદેસર રીતે દબાણ અને કબજો કરેલ હોઇ, સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ ગુજરાત લેન્ડ એકટ-૨૦૨૦ હેઠળ ભરૂચ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ સમિતિ દ્વારા ફરિયાદ દાખલ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે ઝઘડીયા મામલતદાર જે.એ રાજવંશીએ ઝઘડિયા પોલીસ મથકમાં તાલુકાના વાસણા ગામના (૧) ભાણાભાઈ કેસુરભાઈ વસાવા (૨) જીતેન્દ્રભાઈ ફતેસંગભાઈ વસાવા (૩) કિરણભાઈ દલપતભાઈ વસાવા (૪) શૈલેષભાઈ કાનીયાભાઈ વસાવા (૫) સવિતાબેન ગિરધરભાઈ વસાવા (૬) હરેશભાઈ અભેસિંગભાઈ વસાવા (૭) નિલેશભાઈ છત્રસિંગભાઈ વસાવા (૮) જશવંતભાઈ રામુભાઈ વસાવા (૯) તુલસીબેન ભાવસિંગભાઈ વસાવા (૧૦) વિજયભાઈ મગનભાઈ વસાવા (૧૧) દિનેશભાઈ પાંચિયાભાઈ વસાવા (૧૨) વિઠ્ઠલભાઈ ગોરધનભાઈ વસાવા (૧૩) શીતલબેન દિનેશભાઈ વસાવા (૧૪) ગોવિંદભાઈ દેવજીભાઈ વસાવા (૧૫) સંજયભાઈ રાજેન્દ્રભાઈ વસાવા (૧૬) પ્રતાપભાઈ મણિલાલ વસાવા (૧૭) રાજુભાઈ ભાણાભાઈ વસાવા (૧૮) વિનોદભાઈ મોહનભાઈ વસાવા (૧૯) વજીરભાઇ પુંજાભાઇ વસાવા (૨૦) સવિતાબેન ગિરધરભાઈ વસાવા (૨૧) ભુપેન્દ્રભાઈ રમેશભાઈ વસાવા (૨૨) સુખદેવભાઈ ચુનીલાલ વસાવા (૨૩) દિનકરભાઇ અમરાભાઇ વસાવા તથા ધારોલી ગામની અલગ અલગ સર્વે નંબર વાળી સરકારી જમીન પર દબાણ કરનાર (૧) રણજીતભાઇ મનછીભાઈ વસાવા (૨) ઉકકડભાઇ ભારમલભાઈ વસાવા (૩) ગુરજીભાઈ પાંચીયાભાઈ વસાવા (૪) સુરેશભાઈ જમશુભાઈ વસાવા (૫) દયારામભાઈ દલપત ભાઈ વસાવા (૬) અરવિંદભાઈ જીવાભાઇ વસાવા (૭) મેલાભાઈ બાધરભાઈ વસાવા (૮) કાળીયાભાઈ છાબાભાઈ વસાવા (૯) મહેશભાઈ રવિભાઈ વસાવા (૧૦) અશોકભાઈ સોમાભાઈ વસાવા (૧૧) ગોપાળભાઈ રામસિંગભાઈ વસાવા (૧૨) અમરસિંગભાઈ ગુમાંનભાઈ વસાવા (૧૩) ભારતભાઈ ભારમલભાઈ વસાવા (૧૪) સુકાભાઈ રામજીભાઈ વસાવા (૧૫) દિનેશભાઈ ચતુરભાઈ વસાવા વિરુધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વેંગણી ગામે પીવાના પાણી માટે લોકોના વલખાં : કલેક્ટરને આવેદન આપ્યું

ProudOfGujarat

જંબુસર નગરપાલિકાના વિસ્તારોમાં કચરો ઉપાડવા સહિત સ્વચ્છતાની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ

ProudOfGujarat

નર્મદા-સરદાર સરોવર નર્મદા ડેમ સપાટીમાં ધરખમ વધારો-ઉપરવાસમાં સારો વરસાદથી ડેમ સપાટીમાં વધારો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!