Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા પોલીસ મથકની હદમાંથી રૂપિયા ૭૧,૯૦૦ નાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડે ધરપકડ કરી.

Share

ઝઘડિયા પોલીસ મથકની હદમાંથી રૂપિયા ૭૧,૯૦૦ ના ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડે ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસ સૂત્રીય માહિતી અનુસાર ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડના માણસો ઝઘડિયા પોલીસ મથકની હદમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી.

જે બાતમીના આધારે ભોજપુર ગામના સુથીયપુરા ફળીયા ખાતેથી કપાસના વાવેતર કરેલા ખેતરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ મળી કુલ નંગ ૩૩૫ કિંમત રૂપિયા ૭૧,૯૦૦, TVS મોટરસાયકલ કિંમત રૂપિયા ૨૫,૦૦૦, પકડાયેલા આરોપી પાસેથી અંગ જડતીના રોકડા રૂપિયા ૧૦,૦૦૦ તેમજ મોબાઇલ ફોન નંગ ૧ કિંમત રૂપિયા ૫,૦૦૦ ગણી કુલ રૂપિયા ૧,૧૧,૯૦૦ નો મુદ્દામાલ કબજે કરી જુબેરભાઈ મુસાભાઈ સૈયદ રહે. ભોજપુર તા. ઝઘડિયા જિ. ભરૂચની ધરપકડ કરી હતી. તેમજ દારૂ સપ્લાય કરનાર જનકભાઈ વસાવા રહે. ચિકલોટા તા. નેત્રંગ જિ. ભરૂચ ને વોન્ટેડ જાહેર કરી બન્ને ઇસમો વિરુધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Advertisement

Share

Related posts

ગુજરાત રાજ્યના ઓપરેશન હેડ ડોક્ટર મુકેશ ચાવડા એ ભરૂચ જિલ્લાની લીધી મુલાકાત.

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર રોડ પરની પુષ્પકુંજ સોસાયટી ખાતે હાઇ વોલ્ટેજ ના કારણે વીજ ઉપકરણો ફૂંકાયા લોકોમાં આક્રોશ

ProudOfGujarat

૧૫૬-માંગરોળ લોકપ્રિય ધારા સભ્ય ગણપતસિંહ વસાવાએ ભાજપના રાષ્ટ્રીય પરિષદમાં સ્થાન મળ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!