Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત ધી દિવાન ધનજીશા હાઇસ્‍કુલ – ઝઘડીયાની શતાબ્‍દી મહોત્‍સવની ઉજવણી

Share

નર્મદા મૈયાના પાવન તટે ઇ.સ.૧૯૧૪ થી શિક્ષણ, સંસ્‍કાર અને ચારિત્ર્ય ઘડતર ધ્‍વારા રાષ્‍ટ્ર નિર્માણના મહાયજ્ઞ માટે કાર્યરત એવી શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત ધી દિવાન ધનજીશા હાઇસ્‍કુલ – ઝઘડીયા સૈકાની સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી શતાબ્‍દી મહોત્‍સવની ઉજવણી કરી રહેલ છે. તા.૧૬ મી ફેબ્રુઆરી – ૨૦૧૮ ને શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે તાલુકાજીન સ્‍ટેશન રોડ, ઝઘડીયા ખાતે શતાબ્‍દી મહોત્‍સવ સમારંભનું ગુજરાત રાજ્‍યના રાજ્‍પાલશ્રી મહામહિમ શ્રી ઓમપ્રકાશ કોહલીજી ઉદઘાટન કરશે. રાજ્‍યના શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમા સમારંભના પ્રમુખસ્‍થાને પધારશે. ભરૂચ જિલ્લાના સંસદસભ્‍યશ્રી મનસુખભાઇ વસાવા, રમતગમત, સહકાર, સાંસ્‍કૃત્તિક વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, પૂર્વ સાંસદશ્રી ભરતસિંહજી પરમાર, રાજપીપળાના મહારાજા, શ્રી રઘુવીરસિંહ ગોહિલ મુખ્‍યમહેમાન તરીકે ઉપસ્‍થિત રહેશે.

Advertisement

Share

Related posts

દંડના વિરોધમાં જડબેસલાક લખતર બંધ

ProudOfGujarat

ઇંગ્લીશ દારૂ ની ૩૭૨ બોટલ ભરેલ સ્કોર્પીયો કાર સાથે એક ઇસમ ને જડપી કુલ કી.રૂ.૫,૧૧,૬૦૦/- નો મુદામાલ કબ્જે કરતી વરતેજ પોલીસ.

ProudOfGujarat

જંબુસરના ઈસ્લામપુરા ગામે દરિયાની પ્રોટેકશન વોલ તૂટી જતાં દરિયાના પાણી ગામમાં ઘુસ્યા, નવી નગરી વિસ્તારના લોકોને સ્થળાંતર કરાયા.

ProudOfGujarat
error: Content is protected !!