Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ઝઘડિયા તાલુકા સુથાર પૂરા ગામ ખાતે બે બાળકો માટીમાં દટાઈ જઈ મોતને ભેટ્યા જેના પરિણામે શોકની લાગણી ફેલાઈ જાણો આપ કરૂણ ઘટનાની વિગતો

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાનાં સુથાર પૂરા ગામ ખાતે ટી.૨૩-૦૨-૧૮ નાં રોજ એક કરૂણ બનાવ બની ગયો આ બનાવાની વિગત સાંભળતા જ અરેરાટી ફેલાઈ જાય તેમ છે.

ઘટના ની વિગતો જોતા શાળામાં ભણતા સુથાર પૂરા ગામમાં સુમિત વિજય વસાવા (ધો.૪) સર્જન શિવા વસાવા (ધો.૫) અને ગોવિંદ મંગા આમ ત્રણ વિદ્યાર્થીઓ બપોરની રીસેસ નાં સમયે લઘુ શંકા કરવા ગયા હતા. ત્યાં અચાનક માટી ધસી પડતા બે વિદ્યાર્થીઓ નામે સુમિત વસાવા અને સર્જન વસાવા માટી નીચે દટાઈ ગયા હતા. અને તેથી તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે તેમની સાથેનાં બીજા વિદ્યાર્થી ગોવિંદ વસાવા ગભરાઈ ગયા હતા અને પોતાના ઘર એજતા રહ્યા હતા.

Advertisement

બીજી બાજુ કરૂણતા તો એ હતી કે મોત પામેલ બંને વિદ્યાર્થીઓના માં-બાપ સામાજિક પ્રસંગ અંગે બહાર ગયા હતા. તે પરત ફરતા બંને વિદ્યાર્થીઓની શોધખોળ કરી હતી. છેવટે ગોવિંદ વસાવાએ જણાવ્યું હતું કે આવી કરૂણ ઘટના બની હતી. અભણતા કહો કે નાં સમજતા પરંતુ બંને મોત પામેલ વિધ્યાર્થીઓના અંતિમ સંસ્કાર કરી દેવાયા સુથારપૂરા ગામનો ઉમલ્લા પોલીસ મથક વિસ્તારમાં સમાવેશ થાય છે. પરંતુ પોલીસ નાં ચોપડે આ બનાવ અંગેની કોઈ વિગત નથી પરંતુ બનાવાની બાબતો વાયુવેગે ફેલાતા છેવટે તંત્ર દ્વારા તંત્ર હવે દોડતું થયું હોવાનું જાણવા મળેલ છે.


Share

Related posts

ભાલોદ ના નદી કિનારા પાસેથી નવ ફુટ જેટલો લાંબો અજગર મળી આવ્યો સેવ એનિમલ ટીમ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમે પકડીને વન વિભાગને સોંપ્યો

ProudOfGujarat

તત્કાલિન સલ્ફોનેશન આસી. મેનેજરે સારા પ્રોડેક્ટને સ્ક્રેપમાં બતાવી 12.62 કરોડની ઠગાઇ કરી

ProudOfGujarat

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા કે બી શાહ સ્કુલમાં મેલેરીયા- ડેન્ગ્યુ અંગે જનજાગૃતિ કાર્યક્રમ કરાયો.

ProudOfGujarat
error: Content is protected !!