Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ઝઘડિયા તાલુકા સુથાર પૂરા ગામ ખાતે બે બાળકો માટીમાં દટાઈ જઈ મોતને ભેટ્યા જેના પરિણામે શોકની લાગણી ફેલાઈ જાણો આપ કરૂણ ઘટનાની વિગતો

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાનાં સુથાર પૂરા ગામ ખાતે ટી.૨૩-૦૨-૧૮ નાં રોજ એક કરૂણ બનાવ બની ગયો આ બનાવાની વિગત સાંભળતા જ અરેરાટી ફેલાઈ જાય તેમ છે.

ઘટના ની વિગતો જોતા શાળામાં ભણતા સુથાર પૂરા ગામમાં સુમિત વિજય વસાવા (ધો.૪) સર્જન શિવા વસાવા (ધો.૫) અને ગોવિંદ મંગા આમ ત્રણ વિદ્યાર્થીઓ બપોરની રીસેસ નાં સમયે લઘુ શંકા કરવા ગયા હતા. ત્યાં અચાનક માટી ધસી પડતા બે વિદ્યાર્થીઓ નામે સુમિત વસાવા અને સર્જન વસાવા માટી નીચે દટાઈ ગયા હતા. અને તેથી તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે તેમની સાથેનાં બીજા વિદ્યાર્થી ગોવિંદ વસાવા ગભરાઈ ગયા હતા અને પોતાના ઘર એજતા રહ્યા હતા.

Advertisement

બીજી બાજુ કરૂણતા તો એ હતી કે મોત પામેલ બંને વિદ્યાર્થીઓના માં-બાપ સામાજિક પ્રસંગ અંગે બહાર ગયા હતા. તે પરત ફરતા બંને વિદ્યાર્થીઓની શોધખોળ કરી હતી. છેવટે ગોવિંદ વસાવાએ જણાવ્યું હતું કે આવી કરૂણ ઘટના બની હતી. અભણતા કહો કે નાં સમજતા પરંતુ બંને મોત પામેલ વિધ્યાર્થીઓના અંતિમ સંસ્કાર કરી દેવાયા સુથારપૂરા ગામનો ઉમલ્લા પોલીસ મથક વિસ્તારમાં સમાવેશ થાય છે. પરંતુ પોલીસ નાં ચોપડે આ બનાવ અંગેની કોઈ વિગત નથી પરંતુ બનાવાની બાબતો વાયુવેગે ફેલાતા છેવટે તંત્ર દ્વારા તંત્ર હવે દોડતું થયું હોવાનું જાણવા મળેલ છે.


Share

Related posts

ગોંડલ તાલુકાનું આ ગામ “દીકરી ગામ” તરીકે જાહેર : આ ગામના દરેક ઘર પોતાની દીકરીના નામે ઓળખાશે

ProudOfGujarat

ભરૂચ ના પુષ્પા બાગ પાસે શેઠ ફળીયા માં ગેસ ના બોટલ માં લીક થતા સ્થાનિકો માં ભય નો મોહલ સર્જાયો..ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો સદનસીબે કોઇ જાનહાનિ નહિ….

ProudOfGujarat

પાટણ જિલ્લાના રાધનપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે આભાર દર્શન કાર્યક્રમ યોજાયો પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ દ્વારા

ProudOfGujarat
error: Content is protected !!