Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની સીમમાંથી મૃત હાલતમાં દીપડો મળતા ચકચાર.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામ નજીક આજે એક દિપડાનો મૃતદેહ મળ્યો હતો. વિગતો મુજબ આજરોજ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ઊચેડીયા જવાના રસ્તા પાસે દીપડો મૃત હાલતમાં પડેલો જણાતા સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી હતી. રાણીપુરા માનવ સ્કૂલ પાસેથી ઉચેડીયા તરફ જતા રોડની નજીકની ખુલ્લી જગ્યામાં દિપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઝઘડીયા વન વિભાગ દ્વારા તેનો કબજો લઇને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને દીપડાનું મરણ શાના કારણે થયું છે તે બાબતની તપાસ હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ઝઘડિયા જીઆઇડીસીમાંથી પણ એક દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં અવારનવાર દિપડા નજરે પડતા હોય છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ તાલુકા ના હિંગલ્લા ગામ નજીક ચાલુ એસ ટી બસ નો દરવાજો ખુલ્લી જતા બે જેટલા વિદ્યાર્થીઓ બસ માંથી પડતા ઇજાગ્રસ્ત થયા હતા

ProudOfGujarat

વડોદરા : અનગઢ અને મોટી કોરલ ગામે માછીમાર મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : જિલ્લા પંચાયતના માજી સભ્ય ઇન્દ્રસિંહ પરમારને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!