Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપારડીની ૩ વર્ષની નાની છોકરીએ જીંદગીનો પહેલો રોજો રાખ્યો.

Share

અત્યારે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. રમઝાન માસ દરમિયાન મુસ્લિમો રોજા (ઉપવાસ)રાખતા હોય છે. વહેલી સવારે મળશ્કેથી લઇને સાંજે સુર્યાસ્ત સુધી ખાવું પીવુ વિ.જેવી માનવીય ઇચ્છાઓનો અલ્લાહને માટે ત્યાગ કરવો એનું નામ રોજો. નાના બાળકો પણ પોતાની જીંદગીનો પ્રથમ રોજો રાખીને ખુશી અને ધન્યતા અનુભવતા હોય છે. અત્યારે ઉનાળો અગન વર્ષા ફેલાવી રહ્યો છે, ત્યારે ઘણા નાના બાળકો પણ ગરમીની પરવા કર્યા વિના પોતાના રબને ખુશ કરવા રોજા રાખતા હોય છે. આજરોજ ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે જુમ્મા મસ્જીદના પેશ ઇમામ( મુખ્ય મૌલવી) તૌસીફઅલી સૈયદની ૩ વર્ષીય દિકરી રીદાફાતિમાએ તેની જીંદગીનો પ્રથમ રોજો રાખીને ઉનાળાની સખત ગરમીમાં પોતાની સહનશક્તિ અને એકાગ્રતાનું સુંદર ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઇન્ટરનેટનો કેબલ નાંખવાના બહાને ઘરમાં ઘુસી, મહિલાને ધમકાવી રોકડા-દાગીનાની લૂંટ

ProudOfGujarat

વડોદરાના અંશ પટેલની પંજાબ કિંગ્સ આઈપીએલમાં પસંદગી થતા ક્રિકેટ પ્રેમીઓમાં હર્ષની લાગણી.

ProudOfGujarat

વલસાડ જિલ્લાના મોટા ઠક્કરવાડા ગામે રોડ રસ્તા બિસ્માર બનતા હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!