Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયાની કંપનીના સિક્યુરિટી ગાર્ડને ત્રણ ઇસમોએ રોકીને માર માર્યો.

Share

મુળ મધ્યપ્રદેશના મોરેના જિલ્લાનો દામોદરસિંગ શ્રીમાયારામસિંગ શાલીગ્રામ ભદોરીયા નામનો ઇસમ ઝઘડીયા નજીકની એક કંપનીમાં છેલ્લા ત્રણેક મહિનાથી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. આ ઇસમ હાલ રંડેરી ગામે રહે છે. ગત તા.૧૮ મીના રોજ દામોદરસિંગ સાંજના સાત વાગ્યાના અરસામાં નોકરી પરથી છુટીને ચાલતો ચાલતો રંડેરી ગામે આવેલ તેના રૂમે જતો હતો, તે દરમિયાન રસ્તામાં તેને ત્રણ જેટલા ઇસમો મળ્યા હતા. આ લોકોએ દામોદરસિંગને રોકીને કઇ કંપનીમાં કામ કરે છે એમ પુછ્યું હતું. દામોદરે તેની કંપનીનું નામ જણાવતા આ ત્રણ અજાણ્યા ઇસમો દામોદરસિંગને લાકડીના સપાટા મારવા લાગ્યા હતા. તેમજ ગુજરાતી અને હિન્દી ભાષામાં ગમેતેમ ગાળો બોલવા લાગ્યા હતા. આ હુમલામાં દામોદરસિંગ ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ આવેલ આ ત્રણ અજાણ્યા ઇસમો મોટરસાયકલ પર બેસીને જતા રહ્યા હતા. ઇજાગ્રસ્ત દામોદરસિંગે તેની કંપનીમાં પરત આવીને પ્રાથમિક સારવાર લીધી હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે દામોદરસિંગને અંકલેશ્વર ખાતે ખાનગી દવાખાનામાં લઇ જવાયો હતો. ઘટના બાબતે ઇજાગ્રસ્ત દામોદરસિંગની ફરિયાદને લઇને ઝઘડીયા પોલીસે ત્રણ અજાણ્યા ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજપીપળા શહેરનાં ઘણા વિસ્તારોમાં પાણી અને ગંદકીની તકલીફથી ત્યાંનાં રહીશો પરેશાન.

ProudOfGujarat

ભરૂચ : જંબુસર બાયપાસ ઓવરબ્રિજ પર માર્ગ બિસ્માર હાલતમાં થવાથી તંત્ર દ્વારા કપચી નાંખી સમારકામ કર્યું હોવાથી માર્ગ પર ખાડા અને સળિયા દેખાવા લાગ્યા છે.

ProudOfGujarat

નડિયાદમાં આયુર્વેદીક / હોમિયોપેથીક પધ્ધતિનો મેગા કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!