Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાના કદવાલી અને ચોકી ગામ વચ્ચે બાઇક સવાર ઇસમોએ ટ્રક ચાલકને માર માર્યો.

Share

ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે રહેતા આકાશભાઈ મુખ્ત્યારભાઈ શેખ છેલ્લા બે વર્ષથી એક ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ગતરોજ મોડી રાત્રે આકાશ ટ્રક લઈને રાત્રિના અઢી વાગ્યાના અરસામાં કદવાલી ગામ પાછળ થઈને કાચા રસ્તા ઉપરથી ચોકી ગામ તરફ જતો હતો. કદવાલી અને ચોકી ગામ વચ્ચે બે અજાણ્યા ઇસમો બાઈક ઉપર જતા હતા તેમણે ટ્રક ચાલકને ઊભા રહેવા માટે ઇશારો કર્યો હતો, જેથી ટ્રકચાલક આકાશે તેની ટ્રક ઊભી રાખી હતી. બાઈક સવારોએ ટ્રક ચાલકને કહ્યું હતુ કે તને અમારી બાઈક દેખાતી નથી તો અમને ઓવરટેક કરે છે ? તેમ કહી તે બંને જણાએ ટ્રક ડ્રાઇવરને ટ્રકમાંથી ખેંચી નીચે પાડી દીધો હતો અને ઢીકાપાટુનો માર મારી દંડા વડે સપાટા માર્યા હતા. ઇજાગ્રસ્ત ટ્રક ચાલક અંધારાનો લાભ લઈને ભાગવા લાગ્યો હતો ત્યારે બંને બાઈક સવારોએ ધમકી આપી હતી કે હવે પછી કોઈ બાઇકવાળાને ઓવરટેક કરી આગળ નીકળીશ તો જાનથી મારી નાખીશું, તેમ કહીને તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. ઇજાગ્રસ્ત ટ્રકચાલક આકાશ નજીકમાં આવેલ કવોરી પર ગયો હતો જ્યાં બે માણસો હાજર હતા તેમણે ટ્રકચાલકના સગાવહાલાને ફોન કરી બોલાવ્યા હતા, તેઓ આવતા ટ્રક ચાલક આકાશને અવિધા સરકારી દવાખાને લઈ ગયા હતા, ત્યાંથી વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. આ ઘટના બાબતે આકાશ મુખ્ત્યાર શેખે બે અજાણ્યા બાઇક ચાલકો વિરુધ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

ભરૂચના ફુરજા બંદર નજીક ધાર્મિક સ્થળો નજીક મળમૂત્ર મુખ્ય માર્ગ ઉપર ૧૫ દિવસથી વહેતુ અત્યંત દૂષિત પાણીના કારણે ૨૦ થી વધુ પરિવાર ઝાડા-ઊલટીના વાવડમાં સપડાયા…અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન ચોક અપ થઇ જતાં ૧૫ દિવસથી જળબંબાકાર…

ProudOfGujarat

અંકલેશ્વર : જાડી ચામડીના ઉદ્યોગપતિઓ દ્વારા આમલાખાડીમાં દૂષિત પાણી છોડવાની પ્રક્રિયા યથાવત : જીપીસીબી ના મેમ્બર સેક્રેટરી પર્યાવરણને થતા નુકશાનને રોકવામાં નિષ્ફળ.

ProudOfGujarat

અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!