Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાના અવિધા ગામેથી દારુ બનાવવાનો અખાદ્ય ગોળ તેમજ ગુંડેચા નજીકથી શંકાસ્પદ ડિઝલ ઝડપાયું.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે દારુ બનાવવાના અખાધ ગોળના જથ્થા સાથે એક વેપારી ઝડપાયો હતો, જ્યારે ગુંડેચા ગામ નજીકથી શંકાસ્પદ ડિઝલનો જથ્થો ઝડપાયો હતો.

રાજપારડી પીએસઆઇ જી.આઇ.રાઠોડને મળેલ બાતમી મુજબ ગુંડેચા ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક બોલેરો ગાડીમાં પ્લાસ્ટિકના ચાર કાર્બામાં શંકાસ્પદ અને ચોરીનું મનાતું ૧૮૦ લિટર જેટલું ડિઝલ લઇને જતા ચેતનભાઇ જીકુભાઇ પરમાર રહે.રાજપારડી તેમજ અજયભાઇ નવલસંગભાઇ વસાવા રહે.ગુંડેચા તા.ઝઘડિયાના ઝડપાયા હતા. જ્યારે અવિધા ગામે ત્રીકોણ ફળિયામાં આવેલ દેવીપુજા કિરાણા સ્ટોર નામની દુકાનમાંથી નારાયણલાલ મહારામ ગુર્જર રહે.અવિધા, મુળ રહે.રાજસ્થાનનો દુકાનમાં વેચાણ માટે રાખેલ દારુ બનાવવાના કામમાં ઉપયોગમાં લેવાતા ગોળ અને ફટકડીના જથ્થા સાથે ઝડપાયો હતો. તપાસ દરમિયાન ગોળનો આ જથ્થો અખાધ હોવાની ખાતરી થઇ હતી. પોલીસે કુલ રુ.૧૧૭૭૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો. શંકાસ્પદ ડિઝલ તેમજ અખાધ ગોળના ઝડપાયેલ જથ્થા બાબતે રાજપારડી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાં ઝઘડિયા રાજપારડી ઉમલ્લા ભાલોદ જેવા મથકોએ કેટલાક વેપારીઓ લાંબા સમયથી દારુ બનાવવાના ઉપયોગમાં લેવાતા અખાધ ગોળનું વેચાણ કરતા હોવાની વ્યાપક લોકચર્ચાઓ ઉઠવા પામી છે. આ મથકોએ અંકલેશ્વર ઉપરાંત નર્મદા જીલ્લાના જથ્થાબંધ વેપારીઓ પાસેથી અખાધ ગોળનો જથ્થો આવતો હોવાની ચર્ચાઓએ પણ વેગ પકડ્યું છે.હાલમાં નવનિયુક્ત જીલ્લા પોલીસ વડાની કડક સુચનાને પગલે જીલ્લાના પોલીસ વિભાગે સક્રિય બનીને સઘન કાર્યવાહી હાથ ધરતા તાલુકામાં આમજનતામાં ખુશીનું મોજું જોવા મળ્યુ છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી


Share

Related posts

સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત બાલ્દા કેન્દ્ર શાળામાં કાંતાબેન વસાભાઈ ચૌધરીની વય નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

નર્મદા સુગર,ધારીખેડામાં 307 કર્મચારીઓ તથા પરિવારજનોએ કોવિડ બૂસ્ટર ડોઝ લીધો.

ProudOfGujarat

વડોદરા : દશેરા પર્વની ઉજવણી નિમિત્તે પોલો ગ્રાઉન્ડ ખાતે આયોજિત રાવણ દહનના કાર્યક્રમની તૈયારીઓને અપાયો આખરીઓપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!