Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રાજપારડી નજીક ભુંડવા નાળા પરથી પાણી વહેતા સરદાર પ્રતિમા માર્ગ બંધ કરાયો.

Share

હાલમાં ચાલી રહેલ મુશળધાર વરસાદને લઇને ઠેરઠેર માર્ગો પર પાણી ભરાતા ઘણા માર્ગ બંધ કરાયા છે, ત્યારે આજરોજ ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક અંકલેશ્વર રાજપિપલા વચ્ચેના ધોરીમાર્ગ પર ભુંડવા ખાડીના નાળા પરથી પાણી વહેતા સરદાર પ્રતિમા માર્ગ બંધ કરાયો હતો. રાજપારડી નગરના ઝઘડિયા રોડ પર આવેલ રાજરાજેશ્વરી સોસાયટી વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જળબંબાકાર થઇ જતા ઘણા લોકો ફસાયા હતા.

ઉલ્લેખનીય છે કે રાજપારડી નજીકથી પસાર થતી ભુંડવા ખાડી પરનું નાળુ ખુબ નીચુ હોવાથી ચોમાસામાં વધારે વરસાદ થતાં ઘણીવાર નાળા પરથી પાણી વહેતુ હોય છે. જોકે હાલ તો છેલ્લા ચારેક દિવસથી અનરાધાર મેઘવર્ષાને પગલે ઠેરઠેર પાણી ભરાતા રહેણાંક વિસ્તારો જળાશયોમાં ફેરવાયેલા નજરે પડે છે. આજે રાજપારડી નજીકના ભુંડવા નાળા પરથી પાણી વહેતા નાળાની બન્ને તરફના માર્ગ બંધ થઇ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર રાજપિપલા, ભરૂચ તેમજ અંકલેશ્વર તરફ જતા વાહનો અટવાયા હતા. નાળાની બન્ને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. નાળાની સામે પાર અટવાયેલા કેટલાક રાહદારીઓ રેલવે ટ્રેક પર થઇને જતા આવતા નજરે પડતા હતા. રાજપારડી ચાર રસ્તા નજીક ઝઘડિયા તરફના માર્ગ પર આવેલ અન્ય એક કોતરમાં પણ પુષ્કળ પાણી વહી રહ્યુ હતું, જે કોતરની બહાર છલકાઇને નજીકના રહેણાંક વિસ્તારોમાં ઘુસી ગયું હતું. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા ઘણા લોકો ફસાયા હતા. હજુ વરસાદ ચાલુ રહેશે તો ઘરોમાં પાણી ભરાઇ જાય તેવી દહેશત પણ રહેલી છે. ભુંડવા ખાડીના આ નાળા પરનો તેમજ બન્ને તરફનો માર્ગ કેટલાક સમયથી મોટાપ્રમાણમાં ધોવાઇ ગયો છે, પરંતું તંત્ર દ્વારા માર્ગને દુરસ્ત કરવા કોઇ પગલા નથી ભરાયા. આ નાળા નજીક નવો અને ઉંચો પુલ બનાવાઇ રહ્યો છે, પરંતું તેની કામગીરી લાંબા સમયથી ખોરંભે પડી છે. જોકે આજે તો ભુંડવા નાળા પર પાણી ભરાતા વાહનચાલકો ગુંચવાયા હતા. અંકલેશ્વર તરફ જવાવાળા કેટલાક બાઇક ચાલકો રાજપારડીથી નેત્રંગ થઇને જતા પણ નજરે પડયા હતા.

અબ્દુલરઉફ ખત્રી ઉમલ્લા જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાના ઇખર ગામે કપીરાજે મચાવેલ આંતકમાં ૧૩ વર્ષિય બાળક ઘાયલ, સિવિલમાં સારવારનો અભાવ

ProudOfGujarat

વડોદરામાં બેંક ઓફ બરોડાના સફાઇ કર્મીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ.

ProudOfGujarat

ભરૂચ ‘એ’ ડિવિઝન સર્વેલન્સ ટીમે વિદેશી દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!