Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના ભાલોદ ખાતે બેન્ક ઓફ બરોડાનો સ્થાપના દિવસ ઉજવાયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે બેન્ક ઓફ બરોડા ખાતે બેન્કના ૧૧૫ મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સયાજીરાવ ગાયકવાડના નેતૃત્વમાં ૨૦ જુલાઈ ૧૯૦૮ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફાઉન્ડેશન દ્વારા બેન્ક ઓફ બરોડાની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારબાદ બેન્ક તેના કરોડો ગ્રાહકોને નાણાકીય સેવા આપી રહી છે.

બેન્ક દ્વારા આજના આધુનિક યુગને અનુરૂપ ટેકનિકના માધ્યમથી ગ્રાહકો સુધી પહોંચી સરળ અને સચોટ માધ્યમથી ગ્રાહકોને ઉમદા સેવાઓ આપવાના પ્રયત્ન હાથ ધરાયા છે. બેન્ક ઓફ બરોડાની ભાલોદ શાખા દ્વારા આજરોજ બેન્કના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત બેન્ક કર્મચારીઓ દ્વારા સયાજીરાવ ગાયકવાડની છબી ઉપર ફૂલમાળા ચઢાવવામાં આવી હતી. આ પ્રસંગે આરોગ્ય ટીમ દ્વારા નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેક્સિનેસનથી લઈને મેલરિયા, ટાઇફોઇડ જેવા રોગોનું પરીક્ષણ કરી દવા આપવામાં આવી હતી.

આ પ્રસંગે બેન્ક કર્મચારીઓ દ્વારા ગ્રાહકો અને અત્રે ઉપસ્થિત મહેમાનોનો આભાર માનવામાં આવ્યો હતો. બેન્ક ઓફ બરોડાની ભાલોદ શાખા આજુબાજુના ૭ ગામોને જોડતી શાખા હોવાથી આ ગામોની જનતાને બેન્ક થકી બેન્કિંગ સેવાનો લાભ મળે છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

ઝઘડીયાના વીજ કર્મચારીને જાતિ વિષયક અપશબ્દો બોલનાર ખરચીના ઇસમો વિરુદ્ધ ફરિયાદ.

ProudOfGujarat

લીંબડી શહેરમાં ખરા બપોરે વિજળી ગુલ થતાં લોકો પરેશાન

ProudOfGujarat

વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!