Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રતનપોર ગામ નજીક ખાણ ખનિજ વિભાગ ફ્લાઇંગ સ્કોડની ગાડીને અકસ્માત નડ્યો.

Share

આજરોજ વહેલી સવારે ગાંધીનગર ખાણ ખનિજ વિભાગ ફ્લાઇંગ સ્કોડની ગાડી ઝઘડિયા તાલુકાના રતનપોર નજીક ચેકિંગ માટે ઉભી હતી. તે સમયે રાજપીપલાથી ઝઘડિયા તરફ રેતી ભરીને જતી એક ટ્રકને અધિકારીઓએ અટકાવવા જતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક અને ખાણ ખનિજની ગાડી વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. સાથે જ ટ્રકની પાછળ આવતું એક ટ્રેકટર પણ ખાણ ખનિજની ગાડી સાથે ભટકાયું હતું. સદનશીબે ખાણ ખનિજની ગાડીમાં કોઇ બેઠેલ નહીં હોવાથી અધિકારીઓનો આબાદ બચાવ થયો હતો. આ વિચિત્ર અકસ્માતમાં ટ્રક ખાણ ખનિજની ગાડી સાથે અથડાયા બાદ નજીકમાં રહેલી એક કેબિનને કચડી નાળામાં પડતા બચી ગઇ હતી. કેબિનમાં સુતેલી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. મળતી વિગતો મુજબ અકસ્માત બાદ ટ્રક અને ટ્રેકટરના ચાલકો તેમના વાહનો મુકીને ફરાર થઇ ગયા હતા. અકસ્માતના આ બનાવ સંદર્ભે રાજપારડી પોલીસે તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડિયાના એક ગામની સગીરાને‎ લગ્નની લાલચે યુવાન ભગાડી ગયો‎.

ProudOfGujarat

ઝાડેશ્વરમાં કેન એન્ડ બંમ્બુનુ પ્રદર્શન

ProudOfGujarat

ભરૂચના નવ તાલુકાઓની યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની મતગણતરી નિયત કરાયેલા કેન્દ્રો ખાતે યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!