Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના સારસા ગામે દશેરા પર્વની ઉજવણી નિમિત્તે ગરબાની રમઝટ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે દશેરા પર્વની ઉજવણી નિમિત્તે ગરબાની રમઝટ જામી હતી. નવરાત્રીની વિદાય બાદ આવેલ દશેરાના પર્વની પરંપરાગત ઉત્સાહથી ઠેરઠેર ઉજવણી કરવામાં આવી. ઝઘડિયાના સારસા ગામે દશેરા નિમિત્તે યોજાયેલ ભવ્ય ગરબાના કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય આરતીબેન પટેલ, ભાજપા અગ્રણી દિનેશભાઇ વસાવા, ઝઘડિયા તાલુકા ભાજપા યુવા મોરચાના પ્રમુખ ધ્રુપલ પટેલ, ભરૂચ જીલ્લા ભાજપા સંગઠન મંત્રી વંદનાબેન ઝનોરા, ભરૂચ જીલ્લા આદિજાતિ મોરચાના મંત્રી અને ઝઘડિયાના ઉપસરપંચ વિનોદભાઈ વસાવા, મહેશભાઈ ઠાકોર, હુશેનભાઇ સીદી, નરેન્દ્રસિંહ રાજ, મયુરસિંહ ચૌહાણ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઇ દેસાઇ, કારોબારી અધ્યક્ષ રિતેશ વસાવા, જીલ્લા ભાજપા વેપારી સેલના પ્રમુખ સંજય ચૌહાણ,અગ્રણીઓ હિરલ પટેલ, ચંદુભાઇ વસાવા,સતિષ પટેલ, નરેન્દ્ર રાજ, અશોકભાઇ માસ્તર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિજયના પર્વ વિજયાદશમીને ઉમંગભેર મનાવવા ગ્રામજનો ઉમટી પડ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ડુબલીકેટ ટિકિટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના કર્મચારીએ પકડી હતી.

ProudOfGujarat

રાજકોટનાં દૂધસાગર રોડ પરથી ઝડપાયો દારૂ ભરેલ વાહન : ૭ લાખથી વધુ કિંમતની દારૂની બોટલો કરી જપ્ત.

ProudOfGujarat

“આઝાદી કા અમૃત મહોત્સવ” અન્વયે તા. 24 થી 31 ઓક્ટોબર સુધી ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્ક શોપ આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!