Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના ડભાલ ગામે વાડામાં બકરા ઘુસી જવાની બાબતે બે મહિલાઓ વચ્ચે ઝઘડો

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ડભાલ ગામે વાડામાં બકરા ઘુસી જવાની બાબતે બે મહિલાઓ વચ્ચે ઝઘડો થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ડભાલ ગામે રહેતી નોરતીબેન સુરેશભાઈ વસાવા નામની મહિલા તેમના ઘરે બકરા પણ રાખે છે. દરમિયાન ગત તા.૨૧ મીના રોજ નોરતીબેનના બકરા તેમના ઘરની બાજુમાં રહેતા પ્રેમિલાબેન વસાવાના વાડામાં ઘુસી ગયા હતા. જેથી પ્રેમિલાબેન નોરતીબેનને ગાળો બોલવા લાગ્યા હતા, અને કહેવા લાગ્યા હતાકે તમારાથી બકરા પલવાતા નથી તો શું કામ પાલવો છો. નોરતીબેને તેમને ગાળો બોલવાની ના પાડતા પ્રેમિલાબેન ઉશ્કેરાઇ ગયા હતા અને તેમની સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ ઝઘડા દરમિયાન પ્રેમિલાબેને નોરતીબેનને ધક્કો મારતા તે નીચે પડી ગયા હતા. ત્યારબાદ તેમણે નોરતીબેનને પેટના ભાગે ત્રણચાર લાતો મારી દીધી હતી. ઉપરાંત જાંગના ભાગે લાકડીના બે સપાટા મારી દીધા હતા. ત્યારબાદ નોરતીબેનને પેટમાં દુખાવો થતાં સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજપિપલા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. ઘટના સંદર્ભે નોરતીબેન સુરેશભાઇ વસાવા રહે.ગામ ડભાલ તા.ઝઘડિયા જિ.ભરૂચનાએ પ્રેમિલાબેન રામસીંગ વસાવા રહે.ગામ ડભાલના વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નડિયાદ : ટપાલ વિભાગ દ્વારા રક્ષાબંધનને અનુલક્ષી વોટરપ્રૂફ રાખી કવરનુ વેચાણ.

ProudOfGujarat

ભરૂચનાં કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાનાં ભાઈ રાહુલ કાયસ્થને ભરૂચ પેરોલ ફર્લો સ્કોડએ ઝડપી પાડયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લાની માટીનું ઉદયપુર (રાજસ્થાન) ના વૈજ્ઞાનિકો દ્વારા કરાયું પરિક્ષણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!