Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદન અપાયું

Share

ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા દેશમાં સમાન નાગરીક સંહિતા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાના વિરોધમાં ભારતના રાષ્ટ્રપતિ, ગુજરાતના રાજ્યપાલ અને નવી દિલ્હી લો કમિશનના સચિવને ઉદ્દેશીને આજરોજ ઝઘડિયાના પ્રાન્ત અધિકારીને આવેદન આપ્યું હતું.

આવેદનમાં જણાવાયા મુજબ યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી સમગ્ર દેશના નાગરીકો માટે એક કાયદો પ્રદાન કરશે, જે દેશમાં વસતા તમામ ધાર્મિક સમુદાયો માટે લગ્ન તલાક વિરાસત દત્તક લેવા વિ.જેવી બાબતોમાં સમાન રીતે લાગુ થશે. ભારત દેશ એક ધર્મ નિરપેક્ષ દેશ છે, તેથી દરેક સમુદાયોના અલગઅલગ વ્યક્તિગત કાયદાઓ છે.અને એમની સામાજિક વ્યવસ્થા એમના દ્વારા જ શાસિત થાય છે. ભારત દેશમાં ૭૦૫ આદિવાસી સમુદાય એવા છે જે ભારત દેશમાં અનુસુચિત જનજાતિના રૂપમાં સુચિબધ્ધ કરવામાં આવ્યા છે. આદિવાસી સમાજના વિવિધ રીતરિવાજો પણ અલગ છે.સમાન નાગરીક ધારો લાગુ થવાથી આદિવાસી સમાજ પર વિવિધ રીતે નિમ્નલિખિત અસરો થશે, એમ આવેદનપત્રમાં જણાવાયું હતું.આદિવાસીઓને આપવામાં આવેલ બંધારણીય અધિકારો અને આદિવાસીઓ માટે બનાવવામાં આવેલ કાયદાઓને સમાન નાગરીક સંહિતા કાયદો લાવવાથી સીધી અસર થશે, એમ જણાવીને સમાન નાગરીક સંહિતાનો કાયદો આદિવાસીઓ પર લાગુ કરવામાં ના આવે એવી માંગ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકામાં ખેતી માટેનો અનિયમિત વીજ પુરવઠો મળતા નાયબ કાર્યપાલકને રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા દ્વારા સમારકામનાં બહાને રસ્તા પર થીંગડા મારવાની કામગીરી શરૂ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં મોબાઈલ બાબતે પિતાએ ઠપકો આપતા કિશોરી ઘરે નિકળી ગઈ : અભયમ ટીમની સમજાવટથી પરિવાર પાસે પરત ફરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!