Proud of Gujarat
FeaturedGujaratINDIA

GVK EMRI 108 ઝધડીયા એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા સારસા ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતાં રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી.

Share

આજરોજ તા.04/06/2020 સવારે 03:38 કલાકે કોલ મળતાની સાથે ઝધડીયા ૧૦૮ એમ્બ્યુલન્સ સારસા ગામે પહોંચતાં ઈન્દિરાબેનનાં સંબધીઓએ જણાવેલ કે ઈન્દિરાબેનથી ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી ત્યારે ‍૧૦૮ ઇ એમ.ટી હિતેશ તડવી અને પાઇલોટ દાનસિંહભાઈ દ્વારા એમ્બ્યુલન્સમાંથી જરૂરી સામાન લઈને તેમનાં ઘરમાં પહોંચીને દુખાવો વધારે હોવાથી ૧૦૮ માં લઇને હોસ્પિટલ તરફ જઇ રહયા હતાં.ત્યારે રસ્તામાં જ રતનપોર ગામ પાસે પહોંચતા ઈ.એમ.ટી. હિતેશ તડવીને ડીલીવરીનાં લક્ષણો જણાતા પાયલોટ દાનસિંહભાઈને એમ્બ્યુલન્સ રસ્તાની બાજુ રાખવાનું જણાવ્યું ત્યારે ઇએમટી હિતેશ તડવી અને પાયલોટ દાનસિંહભાઈ બંને ભેગા મળીને એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાની જરૂરીયાત સર્જાઇ હતી. સફળ પ્રસુતિ એમ્બ્યુલન્સમાં જ કરાવવામાં આવી. અમદાવાદ ૧૦૮ આોફિસમાં બેઠેલા ડોક્ટરની સલાહ લઇને સફળ ડિલિવરી કરાવેલ હતી.ઈન્દિરાબેનને દીકરાનો જન્મ થયેલ જાણવા મળતા જ તેમનાં પરિવારમાં ખુશીનો મોહોલ જોવા મળ્યો. ઈન્દિરાબેન અને બાળકને વધુ સારવાર માટે સેવા રૂરલ હોસ્પિટલ ઝધડિયા ખાતે ખસેડવામાં આવેલ છે. ૧૦૮ એમ્બુલન્સની ટીમની કામગીરી, હોસ્પિટલનાં સ્ટાફ તેમજ સગર્ભાનાં પરિવારજનો, ૧૦૮ નાં મેનેજર અભિષેક ઠાકર અને અશોક મિસ્ત્રીએ ૧૦૮ નાં ઇ એમ.ટી હિતેશ તડવી તેમજ પાઇલોટ દાનસિંહભાઈ રાજપુતની ઉત્કૃષ્ટ કામગીરી બિરદાવી હતી.

Advertisement

Share

Related posts

સરકારી યોજનાઓમાં જિલ્લામાં કોઇ પણ લાભાર્થીને મળવાપાત્ર લાભથી વંચિત ન રહે તે જોવા સૂચના અપાઇ

ProudOfGujarat

અમદાવાદથી કોચી જતી ગો એરની ફ્લાઇટ રદ-કોચીમાં ખરાબ વાતાવરણના કારણે લેવાયો નિર્ણય…..

ProudOfGujarat

ગોધરા: નાદરખા ગામ પાસે આવેલી કુશા કેમિકલમાં લાગેલી આગ કાબુમા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!