Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયા પોલીસ જાપ્તામાંથી બાઇક ચોરીનો આરોપી ફરાર.

Share

ઝધડીયા તાલુકાનાં ઉચેડીયા ગામે થયેલ બાઈક ચોરીના ગુનામાં તા.24-11-19 ના રોજ ભરૂચ LCB પોલીસે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકથી ચોરીની બાઈક સાથે એક આરોપીને ઝડપી પાડી ઝધડીયા પોલીસને હવાલે કર્યા હતા. જોકે આજરોજ કોર્ટે કમ્પાઉન્ડમાંથી પોલીસ જાપ્તા માંથી નાસી જતાં પોલીસ તંત્ર દોડતું થયું છે. પ્રાપ્ત મળતી વિગતો અનુસાર ગત તારીખ 24-11-19 ના રોજ ભરુચ LCB પોલીસની કાફલો વાહન ચોરીના ગુનાહને શોધી કાઢવા અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમા હતો તે દરમ્યાન બાતમીના આધારે અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીકથી ચોરીની સ્પલેન્ડર મોટરસાયકલ GJ-6 N-5982 જેની કિમત રૂપિયા 20,000 સાથે આરોપી પરેશ ઉર્ફ સુરેશ રાયજી પટેલ રહેવાસી ઉચેડીયા ફળિયું તા.ઝધડીયા ને ઝડપી પાડી ઝધડીયા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. જોકે આજે આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટ હાજર કરવા લઈ જતી વખતે કોર્ટ કંપાઉન્ડમાંથી આરોપી પોલીસ પાસેથી નાસી છૂટતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. વાહન ચોરીના ગુનામાં જણાવેલ આરોપીને કોર્ટ માં હાજર કરવા લઈ જતી વખતે આરોપી નાસી છૂટ્યો હોવાની વિગતો બહાર આવી છે. જોકે ફરાર આરોપી ઝડપી પાડવા માટે જિલ્લાનું પોલીસતંત્ર દોડતું થયું છે.

Advertisement

Share

Related posts

વડોદરાના અટલાદરા તળાવ પાછળ રૂ.85.55 લાખનો ખર્ચ કરવા છતાં તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય.

ProudOfGujarat

માંગરોળ પંથકમાં તસ્કરોનો આતંક : વાંકલ અને ધોળીકુઈ સીમમાં 20થી વધુ ખેડૂતોના મોટરના વાયર ચોરાયા, ખેડૂતોમાં રોષ

ProudOfGujarat

રાજપીપલા: સુંદરપુરા ગામ નજીક મોટરસાઇકલ ચાલકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!