Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાનાં અણધરા ગામે થયેલ વૃદ્ધની હત્યાનાં આરોપીને પોલીસે ઝડપી લીધો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અણધરા ગામે બીજી ઓગસ્ટનાં રોજ એક ઇસમે પોતાના ખેતરની બાજુમાં ખેતર ધરાવતા ૬૦ વર્ષીય વૃદ્ધને છાતીના ભાગે લાકડીના સપાટા મારતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતુ. આ અંગે ઝઘડીયા પોલીસમાંથી મળતી માહિતી મુજબ ગત તારીખ ૨/૦૮/૨૦૨૦ ના રોજ મથુરભાઈ ગણપતભાઇ વસાવા ઉ.વર્ષ ૬૦ રહે.નાના અણધરા તા.ઝઘડીયા પોતાના ખેતરે ગયા હતા.તેમના ખેતરની બાજુમાં રોહિત રમેશ વસાવા રહે.બાંડાબેડા તા.ઝઘડીયાનું ખેતર આવેલુ છે.બાજુના ખેતરવાળા રોહિતે મથુરભાઇને કહ્યુ કે મારા ખેતરમાં કેમ ઘુસણખોરી કરે છે?તેમ કહીને રોહિત રમેશ વસાવા રહે બાંડાબેડા, તા.ઝઘડીયાએ મથુરભાઈ વસાવાને છાતીના ભાગે લાકડીના સપાટા માર્યા હતા. ઈજાગ્રસ્ત વુદ્ધને સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને લઇ જવાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં ટૂકી સારવાર બાદ તેમનુ મોત નિપજયુ હતુ. આ ગુનામા સંડોવાયેલા આરોપીને આજરોજ ઝઘડીયા પોલીસે ઝડપી લઈને અ‍ાગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.

Advertisement

Share

Related posts

ભરૂચની મહિલા એડવોકેટની અનોખી સેવા,લોક ડાઉનમાં ઘરમાં માસ્ક બનાવી વિતરણ કર્યું જાણો વધુ.

ProudOfGujarat

નડિયાદ સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની રંગેચંગે ઉજવણી કરાશે.

ProudOfGujarat

ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના સ્થાપના દિને ઉપવાસ – પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!