Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : રોકડીયો પાક ગણાતી શેરડીનાં પાક માટે ભરૂચ જિલ્લામાં ઉજળી તક.

Share

શેરડી એ મહત્વનો લાંબા ગાળાનો અને રોકડીયો પાક ગણાય છે. ખાંડ અને ગોળ જેવી શેરડીની પેદાશોનું રોજિંદા જીવનમાં આગવું સ્થાન છે. રોજિંદી રસોઇમાં ગોળ અને ખાંડની મીઠાશ રસોઇને લિજ્જતવાળી બનાવી દે છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં લગભગ દોઢ લાખ હેકટર જેટલી જમીનમાં શેરડીની ખેતી થાય છે.ગુજરાતમાં દક્ષિણના જિલ્લાઓમાં શેરડીનો પાક મોટાપાયે લેવાય છે. ઘણી ખાંડની મીલો કાર્યરત છે. શેરડીના ઉત્પાદન બાબતે વાત કરીએ તો વિશ્વમાં બ્રાઝિલ પછી ભારત બીજા નંબરે આવે છે. ગુજરાતમાં શેરડીના ઉત્પાદન માટે ઉજળી તકો છે. પાછલા વીસેક વર્ષોથી ભરૂચ જિલ્લો પણ શેરડીના ઉત્પાદન બાબતે આગળ વધી રહ્યો છે. શેરડી એ મહત્વનો રોકડીયો પાક હોવા છતા હજી આપણે ખેડૂતોને શેરડી ઉત્પાદનનો મહત્તમ લાભ મળે તે માટે અસરકારક આયોજનો કરવા પડશે. અત્યારે હેકટર દીઠ શેરડીનું જે ઉત્પાદન થાય છે, તેના કરતા પ્રતિ હેકટર વધુ ઉત્પાદન કેમ મેળવાય તેની વિસ્તારથી જાણકારી ખેડૂતોને મળી રહે તે માટે તેમજ રોગ સંબંધી જાણકારી ઉપરાંત તેનાથી બચવાના ઉપાય જેવી જરૂરી માહિતી ખેડૂતોને મળે તે ખુબ જરૂરી છે. ઉપરાંત સિંચાઇની વાત કરીએ તો તેમાં ટપક સિંચાઇ પણ મહત્વતા પુરવાર કરી શકે તેમ છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા ઉપરાંત અન્ય વિસ્તારોમાં શેરડીનું વાવેતર વિપુલ પ્રમાણમાં થાય છે.શેરડીના ઉત્પાદનમાં ગુજરાત શેરડી પકવતા બીજા કેટલાક રાજ્યોની સરખામણીએ હજી પાછળ ગણાય છે. ત્યારે ભરૂચ જિલ્લા સહિત શેરડી પકવતા અન્ય જિલ્લાઓમાં શેરડી પાક બાબતે વિવિધ પાક પરિસંવાદો અને સેમિનારો સમયાંતરે યોજાતા રહે તો શેરડી પકવતા ખેડૂતોને સારો લાભ મળી શકે તેમ છે.આ માટે ભરૂચ ઉપરાંત દક્ષિણના અન્ય શેરડી ઉત્પાદન કરતા જિલ્લાઓમાં સમયાંતરે અલગ અલગ સ્થળોએ કૃષિ તજજ્ઞોના માધ્યમથી શેરડી પાક સેમિનારો યોજાવા જોઇએ. આગળના સમયની સરખામણીએ આધુનિક સમયમાં વિવિધ બાબતોએ જે બદલાવ આવ્યો છે તેમાં ખેતીમાં પણ વૈજ્ઞાનિક અભિગમ સાથે નવી ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે.શેરડીનું મહત્તમ ઉત્પાદન કેમ મેળવવુ જેવા મુંજવતા પ્રશ્નના ઉકેલ માટે ખેડૂતોને નવી અત્યાધુનિક પ્રધ્ધતીથી માહિતગાર બનાવવા જોઇએ અને આ માટે સમયાંતરે વિવિધ પાક પરિસંવાદો અને સેમિનારો યોજવા જરૂરી ગણાય.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વલસાડ : કપરાડાના શાહુડા ગામમાં ધર્માંતરણની પ્રવૃત્તિ અને ગેરકાયદે દેવળ બનાવવા મુદ્દે વિરોધ કરી આવેદન પાઠવાયું.

ProudOfGujarat

અંબિકા જ્વેલર્સ ની લૂંટ અંગે પોલીસ દ્વારા તપાસ

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના એક ગામની સીમમાં મહિલા સાથે દુષ્કર્મની કોશિશ કરી હત્યા કરી દેતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!