Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાનાં વણખુંટા ગામની સીમમાં સિંચાઈનાં સાધનોની ચોરી.

Share

ઝઘડીયા તાલુકાના વણખુંટા ગામની સીમમાં એક ખેડૂતના ખેતરમાંથી તસ્કરો પાણીની મોટર તથા વાયર ચોરી જતા ખેડૂતને રૂ.૧૯,૫૦૦ જેટલુ નુકશાન થયુ હતું. પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના વણખુંટા ગામે રહેતા હસમુખભાઇ રૂપસિંગભાઇ વસાવા નામના ખેડૂત ખેતી કરે છે. તેમણે તેમના ગોવાલ દેવ વગામાં આવેલ એક ખેતરમાં સિંચાઇ માટે રાજપારડી વીજ કંપનીમાં સબસીડીનું ફોર્મ ભરીને સોલાર પ્લાન્ટ સંચાલિત પાંચ એચ.પી.ની સબમર્સીબલ મોટરનો સેટ ફિટ કરાવ્યો હતો. તેઓ જ્યારે તેમના ખેતર ગયા ત્યારે તેમના ખેતરના સેઢા ઉપર લગાવેલ સોલર પ્લાન્ટથી ચાલતી સબમર્સીબલ મોટર તથા તેનો દોઢસો ફૂટ જેટલો વાયર ત્યાં હતો નહીં. આજુબાજુમાં તપાસ કરતા તે મળી આવ્યો ન હતો. જેથી તેમને તે ચોરાઇ ગયો હોવાની ખાતરી થઇ હતી. કોઇ અજાણ્યા સીમચોરો આ સામાન ચોરી ગયા હોવાની ખાતરી થવા પામી હતી. આ ખેડૂતને મોટર તથા વાયરની ચોરી થતા ૧૯,૫૦૦ રૂપિયા જેટલું નુકસાન થયું હતું. તેથી હસમુખભાઈ વસાવાએ તેમના સિંચાઇના સાધનોની ચોરી થવા બાબતની ફરિયાદ ઉમલ્લા પોલીસ મથકમાં નંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ માત્ર પેપર સુધી જ..!

ProudOfGujarat

ભરૂચમાં પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતેથી જ્ઞાનશક્તિ દિવસથી સાપ્તાહિક કાર્યક્રમોનો પ્રારંભ થયો

ProudOfGujarat

શક્તિપીઠ અંબાજી મંદિરમાં જનારા ભક્તો ધ્યાન રાખે, અષાઢી બીજથી આરતી અને દર્શનનો સમય બદલાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!