Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકામાં વધતા કોરોના સંક્રમણથી જનતામાં ચિંતા ફેલાય ગઈ છે.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ બહાર આવતા કોરોના સંક્રમણનો આંક વધી રહેલો દેખાય છે. અત્યાર સુધીમાં ૧૦૨ જેટલા કોરોના પોઝિટિવ કેસો તાલુકામાં આવી ગયા છે. જયારે અત્યાર સુધીમાં અગીયાર કોરોના સંક્રમિત દર્દીના મોત થયા છે. તાલુકામાં આજે વધુ એક નવો કોરોના સંક્રમિત પોઝિટિવ કેસ આવ્યા છે. ચાલુ અઠવાડિયામાં પોઝીટીવ આવેલા દર્દી બાલુભાઈ પરમાર રીટાયર્ડ પોલીસ કર્મચારી રહે. ઝઘડિયાનુ મોત થયુ છે તથા રેવાબેન‌ પટેલ રહે.રાણીપુરા જેઓ ખાનગી‌‌ તબીબ પાસે સારવા‌ર લઇ રહ્યા હતા‌ તેમનું આજે વહેલી સવારે‌ મોત થયુ‌ છે. જેની સાથે તાલુકામાં કોરોના સંક્રમિત કુલ અગીયારના મોત થયા છે. જયારે આજરોજ પ્રફુલ્લભાઇ ઠાકોરભાઈ દેસાઈ રહે. રાણીપુરાને કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે. આ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંક દિવસે દિવસે ઉચો આવી રહયો છે જે હાલમાં ૧૦૨ પર પહોંચ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી અને દર્દીના પરીવારનો સર્વે કરી તમામ સભ્યોને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકામાં કોરોના પોઝિટિવના કેસો વધતા તાલુકામાં કોરોનાનુ સંક્રમણ ઝડપભેર વધી રહેલું જણાય છે. જે ચિંતાનો વિષય છે. ઝઘડિયા તાલુકામાં સૌથી વધુ બહારગામથી લોકોની આવન-જાવન રહે છે સેવા સદન, સ્થાનિક ગ્રામ પંચાયતો, નાની મોટી હોસ્પિટલો તથા જીઆઇડીસી માં આવન જાવન કરતા લોકોના કારણે સ્થાનિક લોકો પણ સંક્રમિત થઈ રહ્યા હોવાની વાતો ચર્ચામાં જણાય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ..ભરૂચ

Advertisement

Share

Related posts

માંગરોળ અને ઉમરપાડામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

પઠાણની બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે ધૂમ, કમાણીનો આંકડો ચોંકાવનારો

ProudOfGujarat

અંકલેશ્વર : આર્થિક ફાયદા માટે વગર પાસ પરમીટે વિદેશી દારૂના વેચાણ કરતા બે ઈસમોની અંકલેશ્વર રૂરલ પોલીસે ઘરપકડ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!