Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા : જુના ટોઠીદરા ગામે ૧૬ એકર જેટલી સરકારી જમીન પરનું દબાણ હટાવાયું.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે રહેતા મુળ ઉમધરા ગામના રહીશ અને સેનાના નિવૃત સૈનીક પરસોત્તમભાઇ દવેએ સરકારી યોજના હેઠળ સરકાર પાસે નિવૃતિ બાદ જુના ટોઠીદરા ગામની સર્વે નં. ૧૭૭, ૧૭૪, ૨૮૨ વાળી સરકારી જમીનની માંગણી ૨૦૧૬ માં કરી હતી. દરમિયાન તેમણે માંગણી કરેલ જમીન પર અન્ય ઇસમોનો કબજો હોવાથી તે મેળવવા જંગ છેડયો હતો. એક સમયે આ નિવૃત સૈનિકની જમીન માંગણી વાળી ફાઈલ, જુના ટોઠીદરા ગામના કેટલાક ઇસમોએ દબાણ કરેલ હોય તેવો જવાબ આપી દફતરે કરી હતી. આખરે ઝઘડિયાના સામાજિક કાર્યકર રાજેશ ભગત દ્વારા મુખ્ય મંત્રી કાર્યાલયમાં આ બાબતે ફરિયાદ કરી હતી અને ત્યારબાદ સ્થાનીક તંત્ર હરકતમાં આવ્યું હતું. ઝઘડિયાના નાયબ કલેકટરની સૂચના મુજબ ગઇકાલે ઝઘડિયા મામલતદાર દ્વારા જુના ટોઠીદરા ગામની આ દબાણ કરેલ સરકારી જમીન સરકાર હસ્તક લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાયબ કલેક્ટરની સૂચના મુજબ કરવામાં આવેલા ઓપરેશનમાં ઝઘડિયા તાલુકાનું સ્થાનિક વહીવટીતંત્ર, જુના ટોઠીદરા ગામના તલાટી તથા રાજપારડી પોલીસ સહીતનો કાફલો દબાણવાળી સરકારી જમીનના સ્થળે ખડકાઈ ગયો હતો. દબાણ દૂર કરવા ગયેલી ઝઘડીયા તાલુકાની વહીવટી તંત્રની ટીમ દ્વારા જૂના ટોઠીદરા ગામના સર્વે નંબર.૧૧૭, ૧૭૪ તથા ૨૮૨ વાળી જમીનમાં સ્થાનિક ત્રણ ખેડૂતો (૧) મનહર કાભયભાઈ પરમાર રહે. ટોઠીદરા, (૨) મહંમદ હુશેન રસુલ શેખ રહે. તરસાલી અને (૩) સીરાજુદ્દિન એહમદ શેખ રહે.તરસાલી દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ઉપજ મેળવી દબાણ કરવામાં આવી રહ્યું હતું તે જમીન ખાલી કરાવીને ઉભા પાક સાથે સરકાર હસ્તક લેવામાં આવી હતી. સરકારી જમીન સરકાર હસ્તક કર્યા બાદ ઝઘડીયા મામલતદાર દ્વારા જુના ટોઠીદરા ગામના જવાબદાર તલાટી કમ મંત્રીને તે સરકારી જમીન સાચવવા સુપ્રત કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી ઝઘડિયાના સેના‌ના નિવૃત સૈનિકને તેની માંગણી મુજબની જમીન‌ મેળવવા માટેનો માર્ગ મોકળો બન્યો છે. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના ઘણા ગામોમાં ભુમાફીયાઓ દ્વારા સેંકડો એકર સરકારી જમીન પર ગેરકાયદેસર‌ કબજો મેળવી ખેતીની ઉપજ મેળવવામાં આવી રહી‌ હોવાની વ્યાપક લોકચર્ચાઓ ઉઠવા પામી છે. જે જીલ્લા તથા તાલુકા વહીવટી તંત્ર દ્વારા સરકાર‌‌ હસ્તક કરી અત્યાર સુધી ગેરકાયદેસર‌ રીતે મેળવેલ ખેતીની ઉપજ‌‌ રિકવર કરવી જોઈએ તેવી લાગણી તાલુકા‌ની જનતામાં દેખાઇ રહી છે. ઝઘડીયા મામલતદાર દ્વારા નાયબ કલેકટરની સૂચના આધારે તાલુકાના જુના ટોઠીદરા ગામે સરકારી જમીન ત્રણ ખેડૂતો દ્વારા દબાણ કરવામાં આવી હતી તે સરકાર હસ્તક લેવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજપારડીમાં પોલીસ જવાનો માટે રહેણાંકો ક્યારે બનાવાશે ? જગ્યાની ફાળવણી થઇ ગઇ છે,ત્યારે જલ્દીથી પ્રોસેસ પૂર્ણ કરાય તે જરૂરી.

ProudOfGujarat

ઝઘડીયાના ફુલવાડી ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

માંગરોળ : વાંકલમાં કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરની ઉપસ્થિતિમાં ભાજપની કારોબારી સભા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!