Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા તાલુકાનાં એક ગામેથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના એક ગામે રહેતી એક સગીર વયની યુવતીનું રાત્રિ દરમિયાન કોઇ અપહરણ કરી ગયુ હોવાની ફરિયાદ રાજપારડી પોલીસમાં લખાવા પામી છે. આ સગીરા તેના પરિવારજનો સાથે રાત્રે સૂતી હતી. બાદમાં તે ઘરમાં ન જણાતા કોઇ તેનું અપહરણ કરી ગયુ હોવાનું જણાતા તેના પિતાએ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વિગતો મુજબ ઝઘડિયાની એક કન્સ્ટ્રકશન કંપનીમાં કામ કરતા ૪૦ વર્ષીય ઇસમને સંતાનમાં ચાર પુત્રીઓ છે. ગત તા.૧૯.૧૦.૨૦ ના રોજ તે પરિવાર સાંજે જમી પરવારી સુઈ ગયો હતો. વહેલી સવારે તે ઇસમ તેને નાઈટની નોકરી કરી ઘરે આવ્યો હતો ત્યારે તેની ચાર પુત્રીઓ પૈકીની બીજા નંબરની પુત્રી જે તેની માતા સાથે સૂતી હતી તે ત્યાં હતી નહીં. પુત્રીની આજુબાજુમાં તથા ગામમાં તપાસ કરતા તે મળી આવી ન હતી જેથી પરિવારને એમ લાગ્યું કે કોઈ અજાણ્યા ઇસમ તેની પુત્રીનું અપહરણ કરી લઈ ગયા છે. જેથી તેમણે ગત રોજ રાજપારડી પોલીસ મથકમાં તેની પુત્રીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ગડખોલ રેલ્વે ઓવરબ્રિજ નજીક માર્ગ અકસ્માતમાં ખાનગી ન્યુઝ ચેનલનાં પત્રકારનું મોત.

ProudOfGujarat

સુરત : સિંગણપોર કોઝવે પાસે તાપી નદીમાંથી મગર મળી આવ્યો.

ProudOfGujarat

હાંસોટ રોડ ઉપર થયેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!