Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા : રાજપારડી પોલીસે બે વર્ષની ગુમ થયેલ બાળકીને શોધીને પરિવારને સોંપી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે રેલવે નવી વસાહતમાં રહેતા રવિનાબેન ગણેશભાઇ વસાવાની હનીકુમારી નામની બે વર્ષની પુત્રી ઘરના આંગણામાં રમતા રમતા ક્યાંક જતી રહેલ.બાળકી ગુમ થતાં તેના પરિવારજનો ચિંતિત થઇ ગયા હતા. આજુબાજુ શોધવા છતાં બાળકીનો પતો ન લાગતા રાજપારડી પોલીસને જાણ કરવ‍ામાં આવી હતી. પોલીસે પી.એસ.આઇ જે.બી.જાદવના માર્ગદર્શન હેઠળ આ ગુમ થયેલ બાળકીની શોધ કરતા બાળકી રાજપારડીમાં જ એક બંધ મકાનના ઓટલા પાસે એકલી રમતી મળી આવી હતી. પોલીસે બાળકી તેના પરિવારને સોંપતા પરિવારજનોમાં ખુશી ફેલાઇ હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પંચમહાલ : ઘોઘંબામાં આવેલી રેફરલ હોસ્પિટલમાં સુવિધાઓનાં અભાવ મામલે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

નડિયાદ કલેક્ટર કચેરી ખાતે પ્રાકૃતિક ખેડૂત હાટનું ઉદઘાટન કરાયું

ProudOfGujarat

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ સિવિલ હોસ્પિટલની લીધેલ આકસ્મિક મુલાકાત જાણો શું કહ્યું ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!