Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઝઘડીયાનાં પડવાણીયા ખાતે વિદેશી દારૂ પકડાયો.

Share

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઝઘડીયાના પડવાણીયા ગામેથી વિદેશી દારૂ પકડાયો હતો. તાલુકામાં પોલીસ દ્વારા ઉપરાછાપરી વિદેશી દારૂ પકડાતા તાલુકામાં ગેરકાયદેસર દારૂનો ધંધો કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ એલ.સી.બી. નાં જવાનો ઝઘડીયા પોલીસ મથકનાં વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે પડવાણીયા ગામના ગુલા ફળીયા ગામે રહેતો શશીકાંત હરીસીંગ વસાવા પોતાના ઘરે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનું વેચાણ કરે છે. પોલીસ જવાનોએ બાતમીવાળા સ્થળે રેઇડ કરતા અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પર હાજર શશીકાંત વસાવાની પૂછપરછ કરતા દારૂનો આ જથ્થો તે ઝઘડીયા તાલુકાના માલજીપુરા ગામેથી છુટક વેચાણ કરવા ખરીદી લાવ્યો હતો.પોલીસે હસ્તગત કરેલ આરોપી શશીકાંત હરીસીંગ વસાવા રહે.ગુલા ફળીયા પડવાણીયા તા.ઝઘડીયા તથા નહિ પકડાયેલ અન્ય આરોપી રાજકુમાર ઉર્ફે લાલો વસાવા રહે.માલજીપુરા તા.ઝઘડીયા વિરુદ્ધ એલ.સી.બી. પો.કો.જયરાજભાઇ ભરતભાઇએ ઝઘડીયા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી. પોલીસની આ રેઇડ દરમિયાન સ્થળ પરથી મળી આવેલ રૂ.૩૫૦૦ ના મુદ્દામાલ સાથેનો વેચાણ માટે રાખેલ વિદેશી દારૂ કબ્જે લીધો હતો. ઝઘડીયા તાલુકામાં ઉપરાછાપરી વિદેશી દારૂ ઝડપાતા બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

છોટાઉદેપુર : પાવીજેતપુર તાલુકામાં ડિગ્રી વગરના ચાર બોગસ ડોકટર ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ નગરના જરજરિત મકાનો અંગે કાર્યવાહી ક્યારે …??? નોટીસ આપી સંતોષ માંડતી નગરપાલિકા

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના દુમાલા વાઘપુરા ગામે ઉપસરપંચ પદે નંદુબેન વસાવાની બિનહરિફ વરણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!