Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા તાલુકાનાં ટોઠીદરા ગામે નર્મદા નદીમાં રેતીનું ગેરકાયદે ખનન દૂર કરતું તંત્ર…

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે ભૂમાફિયાઓ અને નર્મદા નદીમાં ગેરકાયદેસર ૨૦૦ મીટરનો પૂલિયો ઉભો કરી દેતા વિવાદનો મધપુડો છંછેડાયો હતો. ગ્રામજનોએ પણ મેદાનમાં ઉતરી પૂલિયોઓ દૂર કરવાની માંગ ઉઠાવી હતી જેના કારણે આઠથી વધુ લોકોના મોત અને માછીમારોની રોજગારી છીનવાઈ હોવાના કારણે વિરોધ ઊભો થયો હતો મોડે મોડે પણ તંત્રએ સંધ્યા સમય દૂર કરવાની કામગીરી આરંભી હતી અને સંપૂર્ણ પૂલ્યો બીજા દિવસે સવારથી જ દૂર કરવામાં આવશે તેવી બાંહેધરી અધિકારીઓએ આપી હતી.

ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે નર્મદા નદીમાં ભૂમાફિયાઓએ પોતાના ભારે વાહનો પસાર કરવા માટે સરપંચ સાથે મીલીભગત અને ભાગીદારી કરી ગેરકાયદેસર 200 મીટરનો પૂલિયો ઊભો કરી દીધો હતો ગ્રામજનોની વારંવાર રજૂઆત છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું ન હતું સમગ્ર મુદ્દો મીડિયામાં ચમકતા ની સાથે જ તંત્ર પણ દોડતું થયું હતું અને ઘટના સ્થળે અધિકારીઓએ પંચનામુ કર્યું હતું જેમાં પૂલિયાના કારણે આઠ લોકોના ડૂબી જવાના કારણે મોત નિપજ્યા હોય તેમજ માછીમારોની નાવડી અન્ય વિસ્તારોમાં ન પડી શકતી હોવાના કારણે બેરોજગારીના ખપ્પરમાં ઉતરી જવાના કારણે અનેક લોકોને નદીમાં આવેલા પૂરના કારણે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો જેના કારણે મીડિયા સમગ્ર અહેવાલ સતત ચગડોળે ચઢતાં મોડે મોડે પણ અધિકારીઓને શરમ આવી ખરી અને સંધ્યાકાળે સમય 5:00 નર્મદા નદીમાં રહેલો ગેરકાયદેસર પૂલિયો દૂર કરવાનું મુહૂર્ત નીકળ્યું હતું.

જોકે દિવસ દરમિયાન અધિકારીઓ નર્મદા નદીમાં રહેલા ગેરકાયદેસર પૂલિઓ દૂર કરવામાં નિષ્ફળ નીવડ્યા અને બે દિવસમાં સંપૂર્ણ દૂર કરવામાં આવશે તેવી અધિકારીઓએ ગ્રામજનોને બાંહેધરી આપતાં મામલો થાળે પડ્યો હતો શંકાસ્પદ કામગીરી કરશે તો ગ્રામજનો મેદાનમાં ઉતરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે ગેરકાયદેસર નર્મદા નદીમાં ભૂમાફિયાઓ એ પુલિયો ઊભો કર્યો હોવાનો અહેવાલના પગલે મહિલા સરપંચ નીતાબેન લાલજીભાઈ વસાવાએ પણ નર્મદા નદીના પટમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર ખેતી થતી હોવાના આક્ષેપ સાથે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતાની સાથે જ પોલીસે તેની ધરપકડ કરી તેના પાકા જામીન લેવાની ફરજ પડી છે. જોકે આત્મવિલોપનની ચીમકી આપનાર મહિલા સરપંચ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે નર્મદા નદીના વહેણમાં ભૂમાફિયાઓએ ગેરકાયદેસર પોતાના ભારે વાહનો પસાર કરવા માટે પૂલ્યો બનાવી દેતા વિવાદનો મધપુડો છંછેડાયો હતો જેના પગલે ભૂમાફિયાઓ સાથે સરપંચની પણ ભાગીદારી હોવાના કારણે નર્મદા નદીમાં રહેલો પુલિયો દૂર કરતો ન હતો નર્મદા નદીના પુલનો વિવાદ છંછેડાયો તેની સાથે મહિલા સરપંચે નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર જમીનો પર કબજો કરાયો હોવાના આક્ષેપ સાથે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી જેના પગલે ગ્રામજનોએ પણ પૂલ્યો દૂર નહીં થાય તો આંદોલનનું રણશિંગું ફૂંકવાની ચીમકી ઉચ્ચારતા મોડે મોડે પણ સંધ્યા સમયે નર્મદા નદીનો પુલ દૂર કરવાની કામગીરી આરંભી હતી અને સંપૂર્ણ વિડિયો બીજા દિવસે દૂર કરવામાં આવશે તેવું સ્થળ ઉપર રહેલા અધિકારીઓએ ગ્રામજનોને આશ્વાસન આપ્યું હતું.

નર્મદા નદીના વહેણમાં ગેરકાયદેસર પોલિયો ભૂમાફિયાઓ ઊભો કર્યો હતો અને સમગ્ર પૂલિયાનો વિવાદ છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહ્યો હતો ત્યારે સમસ્ત માછીમાર સમાજ જિલ્લા કલેકટરને ફરિયાદ કર્યા બાદ મોડે મોડે પણ અધિકારીઓ આજે સંધ્યાના સમયે 5:00 પૂલ્યો તોડવાનું મુહૂર્ત કઢયુ હોય તેમ પૂલ્યો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.


Share

Related posts

સુરત-હાર્દિક પટેલ સહિત પાસ આગેવાનોની અમદાવાદમાં થયેલી ધરપકડનો કેસ,પુણા વિસ્તારમાં લોકોના ટોળાએ BRTS બસને આગચંપી કરી હતી…

ProudOfGujarat

દેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આદિવાસી મહિલાઓને હર્બલ ગુલાલ બનાવવાની તાલીમ આપાઈ

ProudOfGujarat

ભરૂચ એસ.ઓ.જી પોલીસે પાટણમાં ખુનનો પ્રયાસ અને રાયોટિંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને ભરૂચથી ઝડપી લીધો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!