Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ઝઘડિયાનાં રાણીપુરાનાં યુવકનું નર્મદા નદીમાં ડુબી જવાથી મોત…

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામનો દર્પણ પટેલ નામનો યુવક ધૂળેટી પર્વ મનાવવા તેના મિત્રો સાથે ઝઘડિયાથી કબીરવડ જવાના રસ્તે માધીયાની નહેરવાળા નર્મદાના પ્રવાહવાળા પટમાં નાહવા માટે ગયો હતો. આ યુવક બધા મિત્રો સાથે નર્મદામાં નહાવા પડ્યો હતો. નદીમાં સ્નાન કરી રહેલ આ યુવક નદીમાં ઉંડા ખાડામાં ડુબી ગયો હતો. નદીમાં ડુબી ગયેલ યુવકને શોધવા તેની સાથેના મિત્રોએ પ્રયત્નો કર્યા હતા, પણ યુવક બચી શક્યો નહતો. નદીમાં ડુબી ગયેલ દર્પણનું મોત નીપજ્યુ હતું. ઘટનાની જાણ થતાં ઝઘડીયા પી.આઇ વસાવાએ પોલીસ જવાનો સાથે ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. શોધખોળ બાદ નદીમાં ડુબેલ યુવકનો મૃતદેહ મળ્યો હતો. ધુળેટીના દિવસે બનેલ આ કરુણ બનાવથી તાલુકામાં ગમગીનીનો માહોલ છવાયો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ નર્મદા જિલ્લાના રાજકારણમાં વધુ એક નવો રાજકીય વળાંક.

ProudOfGujarat

ભરૂચમાં શેલ્ટર ઓન વ્હીલની બે બસોના લોકાર્પણની તૈયારી શરૂ

ProudOfGujarat

અમદાવાદ-શારદાબેન હોસ્પિટલ પાસેથી મળી આવ્યું નવજાત શિશુ-શહેર કોટડા પોલીસને કરાઈ જાણ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!