Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકાનાં રાજપારડી નજીક હાઇવા ટ્રકની અડફેટે બાઇક ચાલકનું કરૂણ મોત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક નેત્રંગ રોડ પર એક અજાણ્યા હાઇવા ટ્રકના ચાલકે એક મોટરસાયકલને અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલકનું કરુણ મોત નીપજ્યુ હતુ, જ્યારે મોટરસાયકલ પાછળ બેઠેલ અન્ય એક ઇસમ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ અંગે રાજપારડી પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજપારડી નજીક નેત્રંગ રોડ પર આવેલ એક ક્વોરીમાં ઓપરેટર તરીકે નોકરી કરતો ધોલી ગામનો રાકેશભાઇ વલુસીંગભાઇ વસાવા નામનો યુવાન ગઇકાલ તા.૧૫ મીના રોજ સાંજના સાત વાગ્યે ક્વોરી પરથી છુટીને ઘરે જતો હતો. ત્યારે થોડે દુર રઝલવાડા ગામનો અદલભાઇ અભલાભાઇ વસાવા નામનો ઇસમ મોટરસાયકલ લઇને જતો હોઇ, રાકેશ મોટરસાયકલ પર પાછળ બેઠો હતો. તેઓ રઝલવાડા ગામ તરફ જઇ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલ એક હાઇવા ટ્રકના ચાલકે મોટરસાયકલને અડફેટમાં લઇ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જીને હાઇવા ચાલક ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક અદલભાઇ અભલાભાઇ વસાવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમનું મોત નીપજ્યુ હતુ. જ્યારે ઇજાગ્રસ્ત થયેલ રાકેશને અવિધા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભરુચ લઇ જવાયો હતો. ફરિયાદી રાકેશ વલુસીંગભાઇ વસાવા, રહે.ગામ ધોલી, તા.ઝઘડીયા, જિ.ભરૂચની ફરિયાદ મુજબ રાજપારડી પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલ હાઇવા ટ્રકના ચાલક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ગોધરા : વાવાઝોડામાં અકસ્માત પામેલા લાભાર્થીના પરિવારજનોને આર્થિક સહાયનો ચેક MLA સી.કે.રાઉલજી દ્વારા અર્પણ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની જીઆઈડીસી વિસ્તારમાં પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓ દ્વારા ગાર્ડ, ગનમેન અને સુપરવાઈઝરોનુ પોલીસ વેરિફિકેશન ન કરતા એજન્સીના માલિકો સામે ગુના દાખલ કરાયા

ProudOfGujarat

વડોદરાનાં કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે યુવા શિબિરમાં પી.એમ નરેન્દ્ર મોદી એ વર્ચ્યુઅલ સંબોધન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!