Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મ દિવસ નિમિત્તે માસ્ક, સેનેટાઇઝરનુ વિતરણ કરવામાં આવ્યુ.

Share

હાલની વિશ્વવ્યાપી કોરોના મહામારી દરમિયાન લોકોએ કોરોના સંક્રમણથી બચવા માસ્ક સેનેટાઇઝરનો નિયમિત ઉપયોગ કરવો જરૂરી છે, ત્યારે તે અંતર્ગત આજરોજ ઝઘડિયા તાલુકા કોગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ચાર રસ્તા ખાતે કોરોના સંક્રમણ અટકાવી શકાય તેવા આશયથી શાકભાજી અને ફળો વેચનારા, ફેરીયાઓ, ચા નાસ્તાના લારી ગલ્લાવાળાને મફત માસ્ક સેનેટાઇઝરનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે ઝઘડીયા તાલુકા કોંગ્રેસના ધનરાજ વસાવા, નટુભાઇ પરમાર, અનિલભાઈ પંડ્યા, ફિરદોશબેન મન્સુરી તેમજ મયુદ્દીનભાઈ સોલંકી દ્વારા જરૂરવાળી વ્યક્તિઓને માસ્ક તેમજ સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વહુ સામે સાસુએ કરી વિચિત્ર અરજી: હાઈકોર્ટે અરજી ફગાવી સાસુને 10 હજારનો દંડ ફટકાર્યો

ProudOfGujarat

ભરૂચ ના દયાદરા નજીક ગુડઝ ટ્રેન અને કાર વચ્ચે અકસ્માત સરૅજાતા પાંચના મોત,જયારે 5 ને ઈજા થઈ હતી.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના અછાલિયા ગામે સ્વામિનારાયણની પારાયણ કથા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!