Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા પોલીસ સ્ટેશનના ગુનામાં ત્રણ મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.

Share

વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગુનાઓના કેટલાક આરોપીઓ નાસતા ફરતા હોય છે. પોલીસ પહોંચથી દુર રહેતા આવા નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરાતી હોય છે. ભરૂચ જિલ્લામાં ગુનાખોરી ડામવાની કામગીરીના ભાગરુપે વિવિધ ગુનાઓ હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મળેલ સુચના અંતર્ગત નેત્રંગ પીએસઆઇ એન.જી.પાંચાણી અને પોલીસ જવાનો નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે તે દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડીયા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતો ફરતો આરોપી જનકભાઇ રતનભાઇ વસાવા રહે.ચિકલોટા તા.નેત્રંગ જિ.ભરૂચ તેના ઘેર આવેલ છે.પોલીસે આ આરોપીને ઘેર જઇને તપાસ કરતા સદર આરોપી તેના ઘેરથી મળી આવતા પોલીસે તેની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ગણેશ ખાાંડ ઉદ્યોગનાં પૂર્વ ચેરમેન સહીત અન્યો ઉપર ખોટા આરોપ લાગવાનો દાવો : જીલ્લા કલેકટરને અપાયું આવેદન.

ProudOfGujarat

નેત્રંગ : પઠાર ગામે આવેલ વિશ્વ કલ્યાણકારી મહાજ્યોતિ ટ્રસ્ટનાં ગોડાઉનમાંથી આર.આર કેબલનાં બંડલની ચોરી…

ProudOfGujarat

પાનોલી બાકરોલ બ્રિજ પાસેથી વિદેશી દારૂ ભરેલ ઇનોવા કાર સાથે એક બુટલેગરની ધરપકડ કરતી પોલીસ, પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!