Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા દુ.વાઘપુરા ગામે મોટરસાયકલ ચોરાઇ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા દુ.વાઘપુરા ગામે એક મકાનના આંગણામાં પાર્ક કરીને મુકેલ મોટરસાયકલ રાત્રી દરમિયાન ચોરાવા પામી હતી.

આ અંગે ઉમલ્લા પોલિસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઉમલ્લા દુ.વાઘપુરા ગામે મેડિકલ સ્ટોર ચલાવતા મિતેષભાઇ કનૈયાલાલ અગ્રવાલે તેમની હિરો કંપનીની મોટરસાયકલ ગત તા.૧૭ મીના રોજ સાંજના સાતેક વાગ્યે ઘરના આંગણામાં પાર્ક કરીને મુકી હતી. ત્યારબાદ ઘરના બધા સભ્યો રાતના દસેક વાગ્યાના સમયે સુઇ ગયા હતા. સુતા પહેલા આંગણામાં જોતા મોટરસાયકલ પાર્ક કરેલ જગ્યાએ હતી. સવારના છ વાગ્યે મિતેષભાઇ જાગીને બહાર આવ્યા તો ઘરના આંગણામાં પાર્ક કરીને મુકેલ મોટરસાયકલ તેની જગ્યાએ હતી નહિ. બાદમાં આજુબાજુ બધી જગ્યાએ મોટરસાયકલ શોધવા છતા મળેલ નહિ, તેથી મોટરસાયકલ રાત્રી દરમિયાન ચોરાઇ ગઇ હોવાની ખાતરી થવા પામી હતી. આ અંગે મિતેષભાઇ કનૈયાલાલ અગ્રવાલ રહે.ઉમલ્લા દુ.વાઘપુરા તા.ઝઘડીયાનાએ ઉમલ્લા પોલીસમાં મોટરસાયકલ ચોરી બાબતે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ચોરી, સાઇબર ફ્રોડના 4.64 લાખનો મુદ્દામાલ રિકવર કરી મૂળ માલિક ને પરત કરવામાં આવ્યા

ProudOfGujarat

રાજકોટમાં વિદ્યાર્થિનીની છેડતી કરનાર શાળા સંચાલક પતિને બચાવવા ભાજપના મહિલા અગ્રણીની છાત્રાને ધમકી, ‘હું ઇન્દ્રની અપ્સરા, મારો ધણી તારી સામે થૂંકે પણ નહીં’

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં મેઘરાજાને મનાવવા મહિલાઓએ હોમ-હવન કર્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!