Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝગડીયા : સારસા ગામે બસ સ્ટેન્ડ નજીક ટ્રકની ટકકરે બાઇક ચાલક ઇસમનું કરૂણ મોત.

Share

ઝગડીયા તાલુકાના રાજપારડી નજીકના સારસા ગામે ગઇકાલે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ગામના બસ સ્ટેન્ડ પાસે એક મોટરસાયકલને પાછળથી આવતી એક ટ્રકે અડફેટમાં લેતા આ મોટરસાયકલ ચાલક અશોકભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ઉ.વર્ષ ૬૦ રહે.રાજપારડી નીચે પટકાયા હતા.આ અકસ્માતમાં આ બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં લોહી નીકળતુ હતુ.અકસ્માતની જાણ થતાં ધટના સ્થળે લોકટોળા ઉમટ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.દરમિયાન ધટનાની ખબર અશોકભાઈના જમાઇ જીગ્નેશભાઇને થતાં તેઓ અને અશોકભાઈના પરિવારજનો તાત્કાલિક ઇજાગ્રસ્તને ભરૂચ ખાનગી દવાખાને લઇ ગયા હતા.બાદમાં સાંજે સાતેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન અશોકભાઈનું કરૂણ મોત નીપજતા પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા. મરનાર અશોકભાઈ રાજપારડીના અગ્રણ્ય વેપારી તેમજ ખેડૂત હતા.તેઓ સિમેન્ટના વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલા હતા.ઉલ્લેખનીય છે કે આ સ્ટેટ હાઇવે પર અવારનવાર નાના-મોટા અકસ્માતો થતાં હોવાથી ગ્રામજનો ચિંતિત બન્યા છે.આ અકસ્માતમાં મરણ પામનાર મૃતકના જમાઇ જીગ્નેશભાઇ અખાણીએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે અકસ્માત સંબંધે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચના ABC સર્કલ નજીક ગેરકાયદે ઉભી કરાયેલ 5 દુકાનોનું બૌડા દ્વારા દબાણ દૂર કરાયું.

ProudOfGujarat

લીંબડીનાં વોર્ડ નંબર 2 અને 7 માં ત્રણ દિવસથી વિજ પુરવઠો ખોરવાતા રહિશોએ ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

વહીવટમાં ટેકનોલોજીનો સમન્વય: ભરૂચના ૯ તાલુકાઓમાં જનસેવા કેન્દ્રોનું અપગ્રેડેશન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!