ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકાના ભાલોદ પંથકમાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી આડેધડ થઇ રહેલા રેત ખનનથી વારંવાર વિવાદો ઉભા થતાં હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.નર્મદા નદીમાં આવેલ રેતીની લીઝોમાંથી રેતી ભરીને આવતા વાહનોમાં પણ નિયમોનો ભંગ કરાતો હોવાની ચર્ચા લાંબા સમયથી દેખાય છે.ટોઠીદરા ગામે ગાડાવાટના રસ્તેથી પસાર થતી અસંખ્ય રેતીની ટ્રકોથી આ ગાડાવાટના રસ્તા નજીક ખેતરો ધરાવતા ખેડૂતોને નુકશાન થતુ હોવાની ફરિયાદો લાંબા સમયથી પ્રવર્તમાન હોવા છતાં તંત્ર દ્વારા કોઇ અસરકારક પગલા નહિ લેવાતા ટોઠીદરાના રમણભાઈ અમરસીંગભાઇ વિરજાયા નામના ખેડૂતે તા.૨૮ મી જાન્યુઆરીના રોજ ઝઘડીયા પ્રાંત અધિકારીને લેખીતમાં રજુઆત કરી ગાડાવાટના રસ્તા પરથી રેતીની ટૂંકો બંધ કરાવવા માંગ કરી હતી.ખેડૂતોએ ભારતીય કિશાન સંઘના ભરૂચ જિલ્લાના હોદ્દેદારોને પણ અરજી આપી ગાડાવાટ રસ્તેથી પસાર થતી રેતીની ટ્રકોથી ખેતીને થતું નુકશાન અટકાવવા માંગ કરી હતી.લેખીતમાં કરાયેલી આ રજુઆતમાં ખેડૂતોના જણાવ્યા મુજબ આ ગાડાવાટ રસ્તો ટોઠીદરા ગામના નકશામાં ચાલતો હોઈ ખેડૂતો તેનો ઉપયોગ કરે છે.નર્મદા નદીમાં રેતીની લીઝો ધરાવતા લીઝધારકો અને ટ્રકમાલિકો દ્વારા આ ગાડાવાટના રસ્તાનો ઉપયોગ કરીને અસંખ્ય રેતી ભરેલી ટ્રકો આ રસ્તા પરથી પસાર કરાયછે.આને લઇને ખેતીના પાકને નુકશાન થાયછે અને જમીન પણ પ્રદુષિત થાય છે.ખેડૂતોએ આ પહેલા પણ ઝધડીયા મામલતદારને આ બાબતે અરજી આપી હતી.ખેડૂતોની આ સમસ્યાનો હલ લાવવા ઝધડીયા તાલુકા ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડે એક દિવસના પ્રતિક ઉપવાસ પણ કર્યા હતા છતાં તંત્ર દ્વારા ટોઠીદરાના ખેડૂતોની આ સમસ્યાનો કોઇ ઉકેલ નહિ આવતા ઝધડીયાના પ્રાંત અધિકારીને લેખીતમાં રજુઆત કરીને ખેડૂતોને થતું નુકશાન અટકાવવા માંગ કરી હતી.
ઝધડીયા : ટોઠીદરા ગામે રેતીની ટ્રકોથી ખેતીને થતું નુકશાન અટકાવવા પ્રાંત અધિકારીને ફરિયાદ કરવામાં આવી.
Advertisement