Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના ખોડાઆંબા ગામેથી ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખોડાઆંબા ગામેથી ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજપારડી પોલીસે ઝડપી લીધો હતો. ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓમાં જરુરી કાર્યવાહી કરવા તેમજ વિવિધ ગુનાઓમા ફરાર આરોપીઓને ઝડપીને કાયદેસર કાર્યવાહી કરવા મળેલ સુચના અંતર્ગત રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવ ગતરોજ તા.૨૬ મી ના રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે તે દરમિયાન બાતમી મળી હતી કે છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી રણછોડભાઈ ભીખાભાઈ વસાવા રહે.ખોડાઆંબા તા.ઝઘડીયા જિ.ભરૂચના ખોડાઆંબા ગામે હાજર છે, પોલીસે મળેલ બાતમી મુજબ ખોડાઆંબા ગામે વોચ ગોઠવતા આ નાસતો ફરતો આરોપી ઝડપાઇ ગયો હતો. આ આરોપી રાજપારડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના હેઠળ ૨૦૧૯ ના વર્ષથી પોલીસ પકડથી દુર રહી નાસતો ફરતો હતો. રાજપારડી પોલીસે આ આરોપીને હસ્તગત કરીને તેનો કોરોના ટેસ્ટ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ ઝઘડિયા જીઆઇડીસી ની ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ, ઘટનામાં કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

ભરૂચ મામલતદાર તેમજ નાયબ કલેક્ટર ઉપલા અધિકારીઓના હુકમનું ઉલ્લંઘન કરતા આવેદન પત્ર પાઠવાયું.

ProudOfGujarat

ભરૂચ : કોરોના મહામારીમાં કાળા બજારી યથાવત,”રેમડેસીવીર” ઇન્જેકશનોનું કાળા બજારી કરતા એક ઇસમને 4 નંગ ઇન્જેકશનો સાથે ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!