Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડિયા જીઆઇડીસી વિસ્તારમાં સબ સ્ટેશનમાં વીજ કરંટ લાગતા એક કામદારનું મોત નિપજવા પામ્યું હતું.

Share

ઝધડીયા જીઆઇડીસીને વીજ પુરવઠો પહોંચાડતા સેલોદ વીજ સબ સ્ટેશનમાં સાફ સફાઈની કામગીરી હાથ ધરાય રહી હતી તે દરમ્યાન એક કામદારને એકાએક વીજ કરંટ લાગતા તે ગંભીર રીતે દાઝી જવા પામ્યો હતો અને ઊંચાઈએથી નીચે પટકાયો હતો. જેથી તેનું ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગેની જાણ થતા વીજ કંપનીના અધિકારીઓ ધટના સ્થળે દોડી ગયા હતા અને બનાવ અંગે ઝધડીયા પોલીસને જાણ કરી હતી. આ ધટનામાં કામદારને વીજ કરંટ કેવી રીતે લાગ્યો તેમાં કોની બેદરકારી હતી તે મામલે વીજ કંપનીના અધિકારીઓએ પણ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વડોદરાના યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં 30 હજારથી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યાં

ProudOfGujarat

જામનગરના રહેવાસીઓએ ઓગસ્ટ માસ દરમિયાન પોતાના ઘરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાવા મેયર- કમિશનરની અપીલ

ProudOfGujarat

રાજપીપલા બાલાપીર દરગાહનાં કંમ્પાઉન્ડનાં રહેણાંકના મકાનમાંથી ગાંજો પકડાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!