Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાના સારસા ગામે સાત ગામોને લગતો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

Share

પાછલા કેટલાક સમયથી આપણે ત્ય‍ાં વિવિધ સ્થળોએ સેવાસેતુ કાર્યક્રમો યોજાય છે. આવા સેવાસેતુ કાર્યક્રમમાં સમાવાયેલા ગામોના નાગરિકોને તેમના વિવિધ કામો માટે સ્થળ ઉપર સેવા આપીને આવા કામોનો સ્થાનિક સ્તરે નિકાલ લાવવામાં આવતો હોય છે.

આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રાજપરા, સમરપરા, મોટા સોરવા, નાના સોરવા, સરકારી બોરીદ્રા, સારસા તેમજ રુપણિયા ગામોને સમાવતા આ સેવાસેતુ કાર્યક્રમમાં આવકના તેમજ અન્ય દાખલાઓ કાઢી આપવા ઉપરાંત આરોગ્યને લગતી સેવાઓ પણ આપવામાં આવી, તેમજ આયુષ્યમાન કાર્ડ પણ ક‍ાઢી આપવામાં આવ્યા. આયોજિત કાર્યક્રમમાં તા‍લુકા પંચાયતના સદસ્યો રતિલાલ રોહિત તેમજ આરતીબેન પટેલ ઉપરાંત પ્રાથમિક શાળા સારસાના આચાર્ય સુરેશભાઇ, સારસાના સરપંચ અંબાલાલ વસાવા, આંગણવાડી કાર્યકર કલાવતીબેન રોહિત, પંચાયત સદસ્યો, તલાટી, તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત લોકોને તેમના ક‍ામો અંગે સમજ આપીને વિવિધ કામોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી હજરત મોહંમદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની શાનમાં ગુસ્તાખી કરનાર ફ્રાંસનાં રાષ્ટ્રપતિનાં કૃત્યને વખોડી કાઢયું.

ProudOfGujarat

ખેડા જિલ્લો સમગ્ર ગુજરાત રાજ્યકક્ષાની રમતોની સ્પર્ધામાં બીજું સ્થાન પ્રાપ્ત કરી બન્યું સ્ટેટ રનર્સઅપ.

ProudOfGujarat

ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવા, સહિત BTP ના આગેવાનોને ભાજપી સાંસદ મનસુખભાઇ વસાવાનું અલ્ટીમેટમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!