Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના એક ગામની સગીરાને‎ લગ્નની લાલચે યુવાન ભગાડી ગયો‎.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના એક ગામે રહેતી સગીર વયની યુવતીને લગ્ન કરવાના ઇરાદે ભગાડી જવા બાબતની ફરિયાદ પોલીસમાં લખાવા પામી છે.

મળતી વિગતો મુજબ આ સગીરાના પિતા ગત તા.૭ મીના રોજ બહારગામ ગયા હતા. ઘરે પાછા આવ્યા બાદ તેમની પત્ની દ્વારા જાણવા મળ્યુ કે તેમની સગીર વયની દિકરી બપોરના સમયે ઘરના વાડામાં ભેંસના પાડ્યાને પાણી પાવા ગઇ હતી, ત્યારબાદ તે ઘરમાં પાછી આવી નહતી. ત્યારબાદ તપાસ કરતા જાણ થઇ હતીકે તેમની દિકરી ગત તા. ૬ ઠ્ઠીના રોજ ગામનાજ એક યુવક સાથે જોવા મળી હતી. તેથી આ યુવક તેમની સગીર વયની પુત્રીને લગ્ન કરવાના ઇરાદે ભગાડી ગયો હોવાની શંકા જતા સગીરાના પિતાએ યુવકના ઘરે જઇને તપાસ કરતા તે યુવક પણ તેના ઘરે જણાયો નહતો. તેથી યુવક તેમની સગીર વયની દિકરીને પટાવી ફોસલાવીને લગ્ન કરવાના ઇરાદે ઘરના વાડામાંથી લઇને નાસી ગયેલ હોવાનો વહેમ ગયો હતો. ગુમ થયેલ સગીરાની કોઇ ભાળ ન મળતા તેના પિતાએ યુવક વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચનાં નબીપુર નજીક ગુરુદ્વારા ખાતે રાકેશ ટીકૈટ અને શંકરસિંહ વાઘેલનું ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

ભરૂચ એસ.ટી વિભાગના 1300 કર્મચારીઓનાં ખાનગીકરણ, પગાર સહિતના 18 પડતર પ્રશ્નો મુદ્દે 5 ડેપો અને વિભાગીય કચેરીએ ઘંટ નાદ કરાયો.

ProudOfGujarat

ભરૂચ – અંકલેશ્વરના લોકોને રાહત : ₹ 430 કરોડના ખર્ચે નિર્મિત ચાર માર્ગીય નર્મદા મૈયા પુલનું નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!